વોટ્સએપમાં નંબર આપ્યા વગર શેર થશે ફાઈલ, આવી રહ્યું છે શાનદાર ફીચર
- WhatsApp લાવી રહ્યું છે એક અદ્ભુત અને ખૂબ જ ઉપયોગી ફીચર
- આ નવું ફીચર આવ્યા પછી તમે કોઈ પણને નંબર આપ્યા વગર ડોક્યુમેન્ટ્સ કે ફોટો-વિડિયો જેવી ફાઈલો શેર કરી શકશો
HD ન્યૂઝ ડેસ્ક, 21 એપ્રિલ: આજના સમયમાં સ્માર્ટફોન એક આવશ્યક ઉપકરણ બની ગયું છે. સ્માર્ટફોનની સાથે સાથે આજે વોટ્સએપ પણ લોકોની સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે. ઘણા દિનચર્યા કાર્યો WhatsApp સાથે સંબંધિત છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ, વૉઇસ કૉલિંગ, ફાઇલ શેરિંગ માટે કરોડો લોકો દરરોજ WhatsAppનો ઉપયોગ કરે છે. તેથી જ કંપની તેના વપરાશકર્તાઓને વધુ સારી સુવિધા આપવા માટે સમયાંતરે નવા નવા ફીચર્સ લાવતી રહે છે.
WhatsApp પોતાના પ્લેટફોર્મને અપગ્રેડ કરવા માટે ઘણા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. હવે એક રિપોર્ટમાં Metaની માલિકીની આ કંપનીનીએ વધું એક શાનદાર ફીચરનો ખુલાસો કર્યો છે. વોટ્સએપ તેના યુઝર્સને બહુ જલ્દી એક શાનદાર ફીચર આપવા જઈ રહ્યું છે. જો તમે વોટ્સએપ પર ઘણી બધી ફાઇલો શેર કરો છો, તો આ ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વોટ્સએપમાં આવી રહ્યું છે શાનદાર ફીચર
WhatsApp બહુ જલ્દી તેના યુઝર્સને ‘People Nearby’ નામનું ફીચર ભેટમાં આપી શકે છે. આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ થશે કે તેના આવ્યા પછી તમે કોઈ પણને નંબર આપ્યા વગર પણ કોઈપણની સાથે ફાઈલ શેર કરી શકશો. આ રીતે, WhatsAppનું આ આગામી ફીચર તમને પ્રાઈવસી જાળવવામાં પણ મદદ કરશે.
આ પણ વાંચો: ઈલોન મસ્કે યુઝર્સને આપ્યો ઝટકો, X પર કંઈપણ પોસ્ટ કરવા માટે ચૂકવવા પડશે પૈસા!
કંપનીના દરેક અપડેટ પર નજર રાખતી વેબસાઈટ WhatsAppinfo દ્વારા WhatsAppના આવનારા ફીચર વિશે માહિતી આપવામાં આવી છે. WhatsAppinfo અનુસાર, WhatsAppનું People Nearby ફીચર Google Play Store પર ઉપલબ્ધ Android 2.24.9.22 વર્ઝન માટે WhatsApp બીટામાં જાહેર કરવામાં આવ્યું છે. આ ફીચરમાં તમે કોઈનો નંબર સેવ કર્યા વગર કે કોઈને નંબર આપ્યા વગર ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ્સ જેવી ફાઈલો શેર કરી શકશો.
People Nearby ફીચર દ્વારા માત્ર નજીકના લોકો સાથે જ શેર કરી શકાશે ફાઈલ
જો તમે વોટ્સએપના આ શાનદાર ફીચરની રાહ જોઈ રહ્યા છો, તો તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે. People Nearby ફીચર માત્ર નજીકના લોકો સાથે જ ફાઈલ શેર કરવામાં મદદ કરશે. જો તમારે કોઈ દૂરના માણસને કોઈ ફાઈલ શેર કરવી હશે તો તેમાં People Nearby ફીચર કામ કરશે નહીં, વોટ્સએપનું આવનારું આ ફીચર અમુક અંશે બ્લૂટૂથ અને શેર ઈટ જેવું કામ કરશે.
આ પણ વાંચો: YouTube પર આ બાબતો સર્ચ કરવાનું ટાળો, નહીંતર મોટી મુશ્કેલીમાં મૂકાશો