ગુજરાત: કેસર કેરીના રસિકો માટે ખૂબ સારા સમાચાર, ભાવમાં થયો ઘટાડો
- છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં કેસર કેરીની આવકમાં વધારો
- જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 5500 જેટલા કેરીના બોક્સની આવક નોંધાઈ
- યાર્ડમાં કેસર કેરી, મહારાષ્ટ્રની રત્નાગીરી અને વલસાડની કેરી આવી
ગુજરાતમાં કેસર કેરીના રસિકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો છે. તેમાં જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં 5,500 બોક્સ કેસર કેરીની મબલખ આવક થઇ છે. તેમાં યાર્ડમાં કેસર કેરી, મહારાષ્ટ્રની રત્નાગીરી અને વલસાડની કેરી આવી છે. ઓણસાલ કેરીની સિઝન 15 દિવસ મોડી છે. ગીરની કેસર કેરીની આવક છેલ્લા ત્રણથી ચાર દિવસમાં ખૂબ વધી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આયુર્વેદ સિરપના નામે આલ્કોહોલના વેપલા સામે હાઈકોર્ટ આકરા પાણીએ
છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં કેસર કેરીની આવકમાં વધારો
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી એક દિવસમાં 5500 જેટલા બોક્સની આવક નોધાઇ છે, જેના 10 કિલોના એક બોકસના રૂ 800 થી રૂ 1200 ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. તેમાય સારી ક્વોલિટીનું ફ્ળ હોય તો રૂ.800 થી 3000 સુધી પોષણક્ષમ ઊંચા ભાવ બોલાયા હતા. ઉનાળુ સીઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કેરી રસિકો માટે ખૂબ સારા સમાચાર છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં કેસર કેરીના 5500 જેટલા બોક્સની આવક નોંધાય છે. આ કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવ 800 થી 1200 રૂપિયા જેટલા નોંધાયા છે. તો બીજી તરફ્ સારી અને ગુણવત્તા યુક્ત કેરીના એક બોક્સના ભાવ 800 થી 3000 સુધી નોંધવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે.
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 5500 જેટલા કેરીના બોક્સની આવક નોંધાઈ
છેલ્લા ચાર પાંચ દિવસથી કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 5500 જેટલા કેરીના બોક્સની આવક નોંધાઈ હતી. કેરીની આવક વધતા 10 કિલોના એક બોક્સનાભાવ 800 થી 1200 રૂપિયા જેટલા નોંધાયા છે. તેમજ મહારાષ્ટ્ર અને વલસાડની રત્નાગીરી પણ આવક સારી જોવા મળી રહી છે. કેરીની ગુણવત્તા પર કેરીના ભાવ નક્કી થતા હોય છે. સારી ક્વોલિટીની કેરી રૂ 800 થી રૂ 3000 સુધીનું 10 કિલોનું એક બોક્સ વહેંચાય છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવતી કેસર કેરી તાલાળાના ગીર વિસ્તારમાંથી આવે છે. અને આ ગીરની કેસર કેરીની આવક છેલ્લા ત્રણથી ચાર દિવસમાં ખૂબ વધી છે.