IPL-2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL ઈતિહાસમાં પાવર પ્લેમાં હૈદરાબાદનો સૌથી મોટો સ્કોર, 125 રન બનાવ્યા

Text To Speech
  • હેડ અને અભિષેક શર્માએ કરી તોફાની બેટિંગ
  • હેડ 32 બોલમાં 89 રન બનાવી થયો આઉટ
  • કુલદીપ શર્માએ લીધી વિકેટ

દિલ્હી, 20 એપ્રિલ : આજે, IPL 2024ની 35મી મેચમાં, દિલ્હી કેપિટલ્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હી અને હૈદરાબાદની નજર આ મેચમાં વધુ સારું પ્રદર્શન કરીને પોઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન મજબૂત કરવા પર રહેશે. આ મેચમાં દિલ્હીએ ટોસ જીત્યો છે અને હૈદરાબાદને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. તેવામાં ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી અને છ ઓવરમાં કોઈ પણ નુકશાન વિના 125 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. આ પહેલા પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર KKRના નામે હતો જેણે 2017માં RCB સામે કોઈપણ હાર્યા વિના 105 રન બનાવ્યા હતા. હાલમાં હેડ 32 બોલમાં 89 રન બનાવીને આઉટ થયો છે. જ્યારે કે અભિષેક 12 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન: ડેવિડ વોર્નર, જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, ઋષભ પંત(w/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ખલીલ અહેમદ, મુકેશ કુમાર

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (W), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (C), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે, ટી નટરાજન

IPL 2024માં શું છે સ્થિતિ?

IPL 2024ની સિઝનમાં દિલ્હી કેપિટલ્સની જો વાત કરીએ તો આ ટીમે અત્યાર સુધી 7 મેચ રમી છે. જેમાંથી ત્રણ મેચમાં જીત મેળવી છે. જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જે હાલ પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને છે. જ્યારે હૈદરાબાદની ટીમની વાત કરવામાં આવે તો હૈદરાબાદની ટીમે આ સિઝનમાં 6 મેચ રમી છે. જેમાંથી 4 મેચમાં ટીમે જીત મેળવી છે. જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલ તે પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને છે.

Back to top button