અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ રાજપુત ભવન ખાતે ક્ષત્રિય મહિલાઓનાં 7 દિવસના પ્રતીક ઉપવાસ; ભાજપ વિરુદ્ધ મતદાન કરવા રણનીતિ ઘડાઈ

20 એપ્રિલ અમદાવાદ : શહેરનાં ગોતા ખાતે આવેલા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય મહિલાઓ દ્વારા 20 એપ્રિલથી સાત દિવસ સુધી અન્નજળનો ત્યાગ કરી પ્રતીક ઉપવાસનો માર્ગ અપનાવાયો છે. 19 એપ્રિલના રોજ અગાઉ રાજપુત ભવન ખાતે ક્ષત્રિય સંકલન સમિતિની રાજ્યભરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનારો દિવસોમાં ભાજપને રાજ્યની સત્તા પરથી હાંકી કાઢવા માટે રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. જે વિશે પત્રકાર પરિષદને સંબોધન કરીને માહિતી આપવામાં આવી હતી.

તમામ 26 બેઠકો પર ભાજપવિરૂદ્ધ મતદાન થશે
રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ પર બેસવાનું નિર્ણય કરાયા બાદ એચડી ન્યૂઝની ટીમે તેમની સાથે વાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે અગાઉ અમારો વિરોધ માત્ર રૂપાલા સામે હતો. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ છે. અમારી માંગ હતી કે રૂપાલાને હટાવીને કોઈપણ ઉમેદવારને ટિકિટ આપે અમે ભાજપને સમર્થન આપવા તૈયાર છીએ. પરંતુ ભાજપે રૂપાલ અને યથાવત્ રાખીને પોતે ભારતીય જનતા પાર્ટી પણ આવી માસિકતા ધરાવે છે તેવું સાબિત કર્યું છે. ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર કરાયેલા નિવેદનને ક્યારેય માફ ન કરી શકાય, અમે ભાજપને અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ તે બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા હવે ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા રાજ્યની તમામ 26 લોકસભા સીટ ઉપર ભાજપનો જાહેરમાં વિરોધ કરી અને ભાજપના વિરુદ્ધમાં સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવાનું નિર્ણય કરાયો છે.

ક્ષત્રિય સંકલન સમિતિ (કોર કમિટી) દ્વારા 19 એપ્રિલનાં રોજ કરાયેલી જાહેરાત

1) ૨૬ લોકસભા સીટ ઉપર ભાજપનો જાહેરમાં વિરોધ જાહેર કરી અને વિરૂદ્ધમાં સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવું અને દુશ્મનનો દુશ્મન આપણો દોસ્તની નીતિ અપનાવવી

2) ગુજરાતનાં ગામડે ગામડે સભાઓ (કાર્યક્રમ) આયોજિત કરીને ભાજપ વિરૂદ્ધમાં મતદાન કરાવવા સર્વ સમાજને આહવાન કરવું

3) ભાજપની જાહેર સભાઓમાં કાળા વાવટાની જગ્યાએ હવેથી ભગવા (કેસરિયો) ઝંડાથી વિરોધ કરવો

4) મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓમાં એક દિવસનો ક્રમિક પ્રતીક ઉપવાસ ઉપર બેસવું

5) દરેક જિલ્લાઓની સામાજિક સંસ્થા (કમિટી) દ્વારા શિસ્ત અને સંયમથી ભાજપ વિરૂદ્ધ મતદાન માટે કાર્યક્રમ આપવા

6) ગુજરાતના 5 ઝોનમા 22 એપ્રિલ થી ધાર્મિક સ્થળથી ધર્મરથ કાઢી ગામડે ગામડે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકોને જાગૃત કરવા

7) દરેક ગામડા / શહેરમા બુથ આયોજન કરીને ભાજપ વિરૂદ્ધમાં વધારે મતદાન કરાવવું

8) 7 મે દિવસ સુધી ક્ષત્રિય સમાજના લાખો લોકોની ઊર્જા અને ઉત્સાહ ચેતનમંય રહે એ માટે ભાજપ વિરૂદ્ધમાં સતત કાર્યક્રમો આપતા રહેવા

9) માત્ર ગુજરાત નહિ પણ સમગ્ર ભારતના રાજ્યો સુધી આ આંદોલન પહોચાડવામા આવશે

 

આ પણ વાંચો: સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મનો વિવાદઃ નિર્ણય આવતીકાલ પર મુલતવી

Back to top button