IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

DC vs SRH: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

દિલ્હી, 20 એપ્રિલ: IPL 2024ની 35મી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમો સામ સામે છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન: ડેવિડ વોર્નર, જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, ઋષભ પંત(w/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ખલીલ અહેમદ, મુકેશ કુમાર

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (W), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (C), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે, ટી નટરાજન

IPL 2024માં શું છે સ્થિતિ?

IPL 2024ની સિઝનમાં દિલ્હી કેપિટલ્સની જો વાત કરીએ તો આ ટીમે અત્યાર સુધી 7 મેચ રમી છે. જેમાંથી ત્રણ મેચમાં જીત મેળવી છે. જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જે હાલ પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને છે. જ્યારે હૈદરાબાદની ટીમની વાત કરવામાં આવે તો હૈદરાબાદની ટીમે આ સિઝનમાં 6 મેચ રમી છે. જેમાંથી 4 મેચમાં ટીમે જીત મેળવી છે. જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલ તે પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને છે.

પીચ રિપોર્ટ

IPL 2024ની સિઝનની 35મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. આ સ્ટેડિયમની પીચ કાળી માટીથી બનેલી છે, જે બેટ્સમેન માટે સ્વર્ગ માનવામાં આવે છે. કારણ કે અહીંની પીચ સપાટ હોવાને કારણે, અહીં મોટા સ્કોર બને છે. મોટાભાગની મેચોમાં ટીમો 180 રનનો આંકડો અહીં પાર કરે છે, જે દર્શાવે છે કે પિચ બેટિંગ માટે અનુકૂળ છે. અહીં બાઉન્ડ્રીની લંબાઈ ઘણી ટૂંકી છે, જે બેટ્સમેનોને વધારાની ધાર આપે છે.

આ પણ વાંચો: BCCIએ કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડ પર લગાવ્યો દંડ, PBKS સામેની મેચમાં કરી મોટી ભૂલ 

Back to top button