સવાર માટે રાતે જ લોટ બાંધીની ફ્રિજમાં રાખી દો છો? જાણી લો તેના નુકશાન
- સવારના બ્રેકફાસ્ટ કે ટિફિનના લંચ માટે જો રાતે જ લોટ બાંધીને ફ્રિજમાં મુકી રાખવાથી તમારું કામ 100 ટકા ઓછું થઈ જશે, પરંતુ આ આદત તમને લાંબા સમયે અનેક શારિરીક પરેશાનીઓ પણ આપી શકે છે.
વર્કિંગ વુમન માટે ઘર અને બહાર એમ બંનેની મોટી જવાબદારી હોય છે. અનેક મહિલાઓ આ કારણે સવારની ઉતાવળથી બચવા રાત્રે જ આગલા દિવસની કેટલીક તૈયારીઓ કરી લે છે. સવારના બ્રેકફાસ્ટ કે ટિફિનના લંચ માટે જો રાતે જ લોટ બાંધીને ફ્રિજમાં મુકી રાખવાથી તમારું કામ 100 ટકા ઓછું થઈ જશે, પરંતુ આ આદત તમને લાંબા સમયે અનેક શારિરીક પરેશાનીઓ પણ આપી શકે છે. જો તમે પણ રૂટિનમાં આ આદત ધરાવો છો તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે તેના નુકશાન શું છે?
બેક્ટેરિયાના વિકાસનું જોખમ
રાતે લોટ બાંધીને તેને આખી રાત ફ્રિજમાં રાખવા અને બીજા દિવસે તેનો ઉપયોગ કરવા વચ્ચે ઓછામાં ઓછો 12 કલાકનો સમય હોય છે. દરમિયાન, લોટને ફ્રિજમાં રાખવામાં આવે તો પણ તેમાં બેક્ટેરિયા વધવાનું જોખમ રહે છે. કેટલીકવાર ફ્રિજની ઠંડક પણ બેક્ટેરિયાની ઉત્પત્તિની પ્રક્રિયાને રોકવામાં અસરકારક હોતી નથી.
પોષણનો અભાવ
ફ્રિજમાં રાખેલો લોટ અને તાજા ગૂંથેલા લોટ વચ્ચેનો મુખ્ય તફાવત તેમાં રહેલા પોષક તત્વો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિષ્ણાતો કહે છે કે જો લોટને 6-7 કલાકથી વધુ સમય માટે ફ્રિજમાં રાખવામાં આવે છે, તો તેનું પોષણ મૂલ્ય ઘટી જાય છે. લોટને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવાથી ફ્રિજનો ગેસ અને હાનિકારક કિરણો લોટમાં પ્રવેશે છે અને તેનાથી તેનું પોષણમૂલ્ય ઓછું થઈ જાય છે.
સ્વાદમાં ફેરફાર
લોટમાં ગ્લુટેન હોય છે અને જો તેને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવે તો ગ્લુટેનને નુકસાન થાય છે. આ કારણે, ફ્રિજમાં રાખવામાં આવેલા લોટમાંથી રોટલી બનાવવામાં આવે છે, તો તે થોડા જ સમયમાં સખત થઈ જાય છે. ફ્રિજના લોટમાંથી બનેલી બ્રેડ પણ જલ્દી ખાટી થઈ જાય છે.
પેટ સંબંધિત સમસ્યાઓ
ફ્રિજમાં રાખવામાં આવેલા લોટમાં બેક્ટેરિયા અથવા ફૂગ વધવાનું જોખમ રહેલું છે. જો તેની પર ધ્યાન આપવામાં ન આવે તો તે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. ફ્રિજનો લોટ પાચનને બગાડે છે અને કબજિયાત અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે.
આ પણ વાંચોઃ ‘પુષ્પા 2’ એ રચ્યો ઈતિહાસ, રીલીઝ પહેલા જ કરી 1000 કરોડની કમાણી!