IPL-2024ટ્રેન્ડિંગવિશેષ

લેકિન મૈંને તો ઐસા નહીં કહાઃ પ્રીતિ ઝિંટાએ કઈ અફવાનું કર્યું ખંડન?

  • મીડિયામાં રોહિત માટે જાનની બાજી લગાવી દઈસ  સ્ટેન્ટમેન્ટ વાયરલ થયું
  • પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ક્હ્યું આ માત્ર અફવા 
  • બોલિવુડ છોકરીઓ માટે સેફ જગ્યા નથી

HDNEWS, 20 એપ્રિલ: હાલમાં IPL 2024 રમાઈ રહી છે ,જેમાં આ વખતે મુંબઈ ઈન્ડીયનના કેપ્ટન તરીકે રોહિત શર્માના બદલે હાર્દિક પંડ્યાને બનાવાતા મુંબઈ ઈન્ડિયનના ફેન્સ ઘણા નારાજ થયા હતા. અને સ્ટેડીયમમાં મેચ વખતે હાર્દિક પંડ્યાનો હુરિયો બોલાવીને પોતાનો રોષ જાહેર કર્યો હતો. આ જ મામલે પંજાબ ટીમની માલિક પ્રીતિ ઝિન્ટાના રોહિત શર્માને પોતાની ટીમમાં લેવા અંગેના એક સ્ટેટમેન્ટના કારણે હાલમાં ચર્ચાંમાં આવી ગઈ છે. પ્રીતિએ સ્ટેન્ટમેન્ટ હતું કે ‘રોહિતને માટે હું જાનની બાજી લગાવી દઈશ’  અભિનેત્રીના આ સ્ટેન્ટમેન્ટ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહયું છે જેને રદિયો આપતા એક્સ પર કેટલાક મીડિયાના સ્કીનશોટ શેર કરતા લખ્યું હતું કે મે આવું કંઈ જ કહ્યું નથી.

 

આ માત્ર અફવા છે

પ્રીતિ ઝિન્ટાએ પોતાની પોસ્ટમાં તમામ ન્યુઝ પોર્ટલના સ્ક્રીનશોટ પણ શેર કરીને લખ્યું હતું કે, ‘#FAKENEWS આ બધા આર્ટીકલ તમામ રીતે ખોટા અને આધાર વગરના છે. હું રોહિત શર્માનું સન્માન કરું છું અને તેમની મોટી ફેન છું, મેં આ પ્રકારનું સ્ટેટમેન્ટ કોઈ પણ ઈન્ટરવ્યુમાં નથી આપ્યું. મારા મનમાં શિખર ધવન માટે પણ ઘણું જ સમ્માન છે અને હાલમાં તે ઘાયલ છે, આ આર્ટીકલ હાલમાં બહુ જ ખરાબ અસર કરી રહ્યા છે.’

મીડિયાને કરી અપીલ

પ્રીતિ ઝિન્ટાએ પોસ્ટમાં લખ્યું હતું કે, આ આર્ટીકલ એક વરવું ઉદાહરણ છે કે કેવી રીતે ખોટી માહિતીને વગર વેરિફિકેશને ઉઠાવીને ઓનલાઈન પ્રસારિત કરવામાં આવે છે. હું બધા મીડિયાને વિનમ્રતાપૂર્વક અનુરોધ કરું છું કે આ પ્રકારે પ્રસારિત કરવાનું અને અમને બધાને શરમમાં ન મૂકો. હું બસ એટલું કહેવા માંગીશ કે હાલમાં અમારી પાસે એક સારી ટીમ છે અને અમારું એકમાત્ર ધ્યાન ગેમ જીતવા અને #આઈપીએલ 2024થી વધારેમાં વધારે લાભ ઉઠાવવા પર છે, આભાર.’

બોલિવુડ વિશે કહ્યું,

પ્રીતિ ઝિન્ટા પંજાબ ટીમની માલિક છે. લાંબા સમયથી તે ફિલ્મોથી દૂર રહી છે. રોહિત શર્મા અંગેના સ્ટેટમેન્ટને હાલમાં તે ઘણી ચર્ચામાં છે. તેનું કહેવું છે કે બોલિવુડ છોકરીઓ માટે સુરક્ષિત જગ્યા નથી. બોલિવુડ તે છોકરા અને છોકરીઓ માટે સુરક્ષિત નથી જેનું કોઈ બેકગ્રાઉન્ડ નથી. આથી બેકગ્રાઉન્ડ વગરના લોકોએ બોલિવુડમાં એન્ટ્રી ન કરવી જોઈએ. અહીં ઘણા એવા લોકો છે જે કામ મેળવવા માટે કંઈ પણ કરી શકે છે.

આ પણ વાંચો: IPLના 17 વર્ષના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર આશુતોષ શર્મા બન્યો પ્રથમ ભારતીય ખેલાડી

Back to top button