ટ્રેન્ડિંગધર્મનેશનલયુટિલીટી
પાકિસ્તાની સેનાપતિઓ પણ આ મંદિરમાં માથું નમાવે છે, જાણો તેનું મહત્ત્વ
- જેસલમેરથી થાર રણમાં 120 કિમી દૂર સરહદની નજીક તનોટ માતાનું સિદ્ધ મંદિર આવેલું છે. જાણો આ મંદિર વિશે
જેસલમેર, 20 એપ્રિલ: ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. આપણે આજે અહીં એક એવા જ મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનું સાક્ષી રહ્યું છે. આ મંદિરમાં પાકિસ્તાનના સેનાપતિઓ પણ માથું નમાવે છે. આ મંદિર જેસલમેર જિલ્લામાં સ્થિત છે જેનું નામ માતા તનોટ મંદિર છે. વાસ્તવમાં, ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, એક એવી ઘટના બની હતી જેના કારણે પાકિસ્તાની સૈનિકોને તેમની ભૂલનો અહેસાસ થયો હતો અને તેઓ માતાના મંદિરે માતા સામે માથું નમાવીને પાછા ફર્યા હતા.
ભારત-પાકિસ્તાનના યુદ્ધનું સાક્ષી છે માતા તનોટનું મંદિર
આ મંદિર જેસલમેર જિલ્લામાં આવેલું છે, જે પાકિસ્તાનની સરહદ પર આવેલું છે. આ મંદિર 1965 અને 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધનું સાક્ષી માનવામાં આવે છે. કહેવાય છે કે પાકિસ્તાની સૈનિકોએ ત્રણ અલગ-અલગ જગ્યાએથી મંદિર પર હુમલો કર્યો હતો, પરંતુ તે કંઈ કરી શક્યા ન હતા. કહેવાય છે કે 1965માં પાકિસ્તાની સેનાએ લગભગ ત્રણ હજાર બોમ ફેંક્યા હતા. પરંતુ આ બોમની મંદિર પર કોઈ અસર થઈ ન હતી. એટલું જ નહીં મંદિરના પ્રાંગણમાં લગભગ 450 બોમ ફેંકવામાં આવ્યા હતા, જેમાંથી એક પણ વિસ્ફોટ થયો નહોતો. આજે આ બોમ મંદિરના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. માતાનો ચમત્કાર જોઈને તત્કાલિન પાકિસ્તાની અધિકારી બ્રિગેડિયર શાહનવાઝ ખાન ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ભારત સરકારની પરવાનગી લઈને તેમણે માતાને ચાંદીની છત્ર ભેટ આપી હતી.
તનોટ માતા ‘સૈનિકોની દેવી’
પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન માતાએ ભારતીય સૈનિકોની ઘણી રક્ષા કરી હતી. આ કારણે તે સૈનિકોની દેવી અને થારની વૈષ્ણો દેવી તરીકે ઓળખાય છે. આ મંદિરને સિદ્ધપીઠ માનવામાં આવે છે.
શું છે તનોટ મંદિરનો ઇતિહાસ?
તનોટ માતાના ઈતિહાસ મુજબ, મામદિયા ચારણ નામનો માણસ હતો, જે રાજાઓના દરબારમાં તેમના ગુણગાન ગાયા કરતો હતો. મામદિયા ચારણને કોઈ સંતાન ન હતું. આવી સ્થિતિમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખીને તેમણે સાત વખત પગપાળા માતા હિંગળાજની પ્રદક્ષિણા કરી હતી. માતા તેની ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને તેને પૂછ્યું કે શું જોઈએ છે દીકરો કે દીકરી. આવી સ્થિતિમાં મામડિયા ચારણે કહ્યું કે માતાજી તમે મારા ઘરે જન્મ લો. ત્યાર બાદ માતાએ મામડિયા ચારણને આશીર્વાદ આપ્યા. પરિણામે મામડીયા ચારણના ઘરે એક પુત્ર અને સાત પુત્રીઓનો જન્મ થયો હતો. આ 8 પુત્રીઓમાંથી એક આવદ મા હતી, જે પાછળથી તનોટ માતા એટલે કે રક્ષણની દેવીના નામથી ઓળખાયા.
માતા હિંગળાજનું સ્વરુપ છે માતા તનોટ
માતા તનોટને પાકિસ્તાનમાં સ્થિત માતા હિંગલાજનું સ્વરૂપ માનવામાં આવે છે અને દેવી ઘંટિયાલ તેમની બહેન છે. એવું માનવામાં આવે છે કે ભારતીય સૈનિકોને માતા તનોતની સાથે ઘંટિયાલ માતાએ પણ મદદ કરી હતી.
સીમા સુરક્ષા દળના સૈનિકો કરે છે માતાની પૂજા
માતા તનોટ મંદિરમાં કોઈ પૂજારી નથી, માત્ર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો જ માતા તનોટની પૂજા કરે છે.
માનતા માટે અહીં બાંધવામાં આવે છે રુમાલ અને ચુનરી
માતા તનોટની પૂજા કરવાથી દરેક દુઃખ અને કષ્ટ દૂર થાય છે. આ સાથે જ તેમની ઇચ્છા કહેવા માટે, ભક્તો માતાના આંગણામાં સફેદ રૂમાલ અને લાલ ચુનરી બાંધે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી માતા સાધકની મનોકામના પૂર્ણ કરે છે.
નોંધ: આ લેખમાં આપેલી માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે.