એજ્યુકેશનટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

પૈસાનો વરસાદ કરતો જ્વાળામુખી! દરરોજ 5 લાખ રૂપિયાનું સોનું કરી રહ્યો છે ઉત્પન્ન

Text To Speech
  •  જ્વાળામુખીમાંથી ઉડતું સોનું મેળવવું કોઈ સરળ બાબત નથી

HD ન્યૂઝ ડેસ્ક, 20 એપ્રિલ: એન્ટાર્કટિકામાં સ્થિત જ્વાળામુખી બિલકુલ ફિલ્મી સ્ટોરીના પ્લોટ જેવો લાગી રહ્યો છે. આ જ્વાળામુખી દરરોજ લગભગ 80 ગ્રામ સોનાની ડસ્ટ(ધૂળ) ઉડાડી રહ્યો છે. જો તમને આ અહેવાલ વાંચ્યા પછી લાગે છે, તો તમે શેની રાહ જુઓ છો, લાખોની કિંમતની આ ડસ્ટ તાત્કાલિક ભેગી કરવા જવું જોઈએ. તેથી, તમને કહી દઈએ કે, આ કામ એટલું સરળ નથી, કારણ કે જ્વાળામુખીમાંથી જ્યાં આ સોનાની ડસ્ટ નીકળી રહી છે તે જગ્યા હજારો ફૂટની ઉંચાઈ પર છે. આ સક્રિય જ્વાળામુખીનું નામ માઉન્ટ એરેબસ(Mount Erebus) છે. હાલમાં જ નાસાએ તેને લગતી આ આશ્ચર્યજનક માહિતી શેર કરી છે.

 

દરરોજ 80 ગ્રામ સોનાનો વરસાદ થાય છે!

ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, એન્ટાર્કટિકામાં સ્થિત માઉન્ટ એરેબસમાં લગભગ 138 સક્રિય જ્વાળામુખી છે. જે ઘણા ગેસ ઉત્પન્ન કરે છે. જેમાંથી દરરોજ 80 ગ્રામ ક્રિસ્ટલાઇઝ્ડ સોનું પણ બહાર આવે છે. આ સોનાની કિંમત છ હજાર ડૉલર આંકવામાં આવી છે. જે ભારતીય ચલણમાં 5 લાખ રૂપિયા જેટલી થાય છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અર્થ ઓબ્ઝર્વેટરી અનુસાર, માઉન્ટ એરેબસ(Mount Erebus) પર સ્થિત જ્વાળામુખી દરરોજ અનેક પ્રકારની વસ્તુઓનું ઉત્સર્જન કરે છે. ગોલ્ડ ડલ્ટ તેમાંથી એક છે.

આ જગ્યા કેટલી ઉંચાઈ પર આવેલી છે?

ગોલ્ડ ઉત્સર્જન કરનાર આ જ્વાળામુખી લગભગ 12 હજાર 448 ફૂટની ઊંચાઈ પર છે. જ્યાં સોનાની ડસ્ટ પડે છે તે સ્થળ તેનાથી(જ્વાળામુખી) લગભગ 621 માઈલ દૂર છે. નાસા (NASA) અનુસાર, આ જ્વાળામુખી ખૂબ જ પાતળા પોપડા(ક્રસ્ટ) પર સ્થિત છે. જેના કારણે પૃથ્વીમાં હાજર પીગળેલા ખડકો (Molton Rocks) સરળતાથી બહાર આવે છે. આ જ્વાળામુખીઓમાંથી ઘણા ગેસ અને વરાળ પણ બહાર આવે છે અને ક્યારેક-ક્યારેક તો ખડકોના ટુકડા પણ બહાર આવે છે. માઉન્ટ એરેબસ એ વિશ્વના સૌથી દક્ષિણ ભાગમાં સ્થિત જ્વાળામુખી માનવામાં આવે છે. લેમોન્ટ ડોહર્ટી અર્થ ઓબ્ઝર્વેટરી(Lamont Doherty Earth Observatory)ના કોનોર બેકને(Conor Bacon) લાઈવ સાયન્સને જણાવ્યું કે, આ જ્વાળામુખી 1972થી સતત ફાટી રહ્યો છે.

આ પણ જુઓ: આ યુવતી પોતાની મરજી પ્રમાણે કામ કરીને લાખોમાં કમાણી કરે છે, જાણો કેવી રીતે

Back to top button