‘મોટો ઓફિસર આવ્યો છે…’ UPSC પાસ કરીને પુત્ર પહોંચ્યો પિતાની ઓફિસ, જુઓ વીડિયો
- પુત્રએ પિતાની ઓફિસમાં જઈને આપી સરપ્રાઈઝ, પિતા ખૂબ ખુશ થઈને ભેટી પડ્યા
HD ન્યૂઝ ડેસ્ક, 20 એપ્રિલ: UPSC CSE 2023નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ પરીક્ષામાં 1016 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક UPSCમાં વિજયી બન્યા છે. UPSCનું પરિણામ જાહેર થયા પછી, સફળ લોકોના ઘણા વીડિયો બહાર આવી રહ્યા છે, જે લોકો ચહેરા પર સ્મિત લાવે છે. ત્યારે તાજેતરમાં, આવો જ એક વીડિયો વાયરલ થયો છે જે IIT રૂરકીના સ્નાતક ક્ષિતિજ ગુરભેલેનો છે. તે તેના પિતાની ઓફિસમાં જઈને તેમને પરીક્ષામાં પાસ થઈ ગયો હોવાની સરપ્રાઈઝ આપે છે જેનાથી તેના પિતાને ખૂબ ખુશ થઈ જાય છે.
View this post on Instagram
એવું કહેવાય છે કે, સફળતા આખી દુનિયાને દેખાય છે, પરંતુ જેઓ તમારી ખૂબ નજીક છે તે જ તેની પાછળની મહેનત જોઈ શકે છે-જેમ કે, તમારા માતાપિતા. ઉપરાંત, જો કોઈ તમારી સફળતા માટે સૌથી વધુ ખુશ થઈ શકે છે, તો તે તમારા માતાપિતા છે.
પપ્પાને ખુશખબર આપવા પુત્ર તેમની ઓફિસ પહોંચ્યો
UPSCનું પરિણામ જાહેર થયા બાદ, સફળ લોકોના ઘણા વીડિયો બહાર આવી રહ્યા છે, જે ચહેરા પર સ્મિત લાવે છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો વાયરલ થયો છે જે IIT રૂરકીના સ્નાતક ક્ષિતિજ ગુરભેલેનો છે. જ્યારે ક્ષિતિજે UPSCની પરીક્ષા પાસ કરી, ત્યારે તેણે તેના પિતાને આ ખુશખબર આપવા માટે સૌથી પહેલું કામ તેની ઓફિસ પહોંચવાનું કર્યું. જ્યાં પહોંચીને ક્ષિતિજ ગુરભેલેએ પોતાના પિતાને પૂછ્યું, ‘કોઈ મોટો અધિકારી આવે તો તમે શું કરશો’ જે સાંભળીને તેના પિતા ઊભા થઈને પુત્ર ક્ષિતિજને ભેટી પડે છે. આ ક્ષણ ખૂબ જ લાગણીસભર છે જ્યારે એક પુત્રની સફળતા જોઈ પિતા તેને પ્રેમ આપે છે.
‘કોઈ મોટો અધિકારી આવે તો તમારે ઊઠવું જોઈએ ને?’
વીડિયોમાં ક્ષિતિજ તેના પિતાની ઓફિસમાં પ્રવેશે છે ત્યારે તેના પિતા તેના સાથીદારો સાથે ટિફિનમાં લંચ કરી રહ્યા છે. પુત્રને જોઈને પિતા કહે છે, “શું થયું?” તો પુત્ર ક્ષિતિજ ઝડપથી તેના પિતા તરફ આગળ વધે છે અને કહે છે કે, “જો કોઈ મોટો અધિકારી આવે, તો તમારે ઉઠવું જોઈએ…” ક્ષિતિજના પિતાને એક ક્ષણમાં સમજાયું કે, ક્ષિતિજે UPSC પાસ કરી છે, તે તેને અને તેના બાકી મિત્રોને ગળે લગાવે છે.
ક્ષિતિજ ગુરભેલેએ આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, “આ રીતે UPSC CSE 2023નું પરિણામ મારા પિતા સુધી પહોંચ્યું, જેઓ તેમની ઓફિસમાં સહકર્મીઓ સાથે લંચ કરી રહ્યા હતા.” આ ખાસ ક્ષણ હાંસલ કરવા માટે તેને બે વર્ષ સખત મહેનત કરી. આ પ્રવાસમાં હંમેશા મારી સાથે રહેવા માટે મમ્મી, પપ્પા અને બહેનનો ખૂબ ખૂબ આભાર. ક્ષિતિજના આ વીડિયોને લગભગ 2 કરોડ લોકોએ જોયો છે અને પોસ્ટ પર કોમેન્ટનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
આદિત્ય શ્રીવાસ્તવે પરીક્ષામાં ટોપ કર્યું
IIT-કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી આદિત્ય શ્રીવાસ્તવે UPSC સિવિલ સર્વિસીસ 2023ની પરીક્ષામાં ટોપ કર્યું છે. શ્રીવાસ્તવ અને અનિમેષ પ્રધાને અનુક્રમે પ્રથમ અને બીજું સ્થાન મેળવ્યું, ત્યારબાદ ડોનુરુ અનન્યા રેડ્ડી ત્રીજા સ્થાને આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં UPSC ઉમેદવારોના સંઘર્ષની ઘણી વાતો બહાર આવી રહી છે.
UPSC પરીક્ષાએ ભારતની સૌથી પડકારરૂપ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક
ઉલ્લેખનીય છે કે, UPSC દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ પરીક્ષા એ ભારતની સૌથી પડકારરૂપ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક છે, જે સખત પ્રક્રિયા છે અને ઘણી તૈયારીની જરૂર પડે છે. આ પરીક્ષા ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા અને ભારતીય પોલીસ સેવા સહિત ભારત સરકારની ઉચ્ચ નાગરિક સેવાઓ માટે ઉમેદવારોની ભરતી કરે છે.
આ પણ જુઓ: લવ આજ કલ 2ની અભિનેત્રીએ ગુપચુપ કર્યા લગ્ન, કાસ્ટિંગ ડિરેક્ટરનો પકડ્યો હાથ