IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

CSK vs LSG: લખનૌએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

લખનૌ, 19 એપ્રિલ: IPL 2024ની 34મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમો સામ સામે છે. લખનૌના એકાના સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં લખનૌએ ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન: રુતુરાજ ગાયકવાડ(C), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની(W), દીપક ચાહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન, મતિશા પથિરાના

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક, કલ રાહુલ (W/C), દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, યશ ઠાકુર

IPL 2024માં શું છે સ્થિતિ?

IPL 2024ની સિઝનમાં બંને ટીમોએ પોતાની 6-6 મેચો રમી છે. જેમાંથી ચેન્નાઈએ 4 મેચમાં જીત મેળવી છે અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.લખનૌની જો વાત કરવામાં આવે તો આ ટીમે ત્રણ મેચમાં જીત મેળવી છે અને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલની જો વાત કરીએ તો ચૈન્નાઈ ત્રીજા સ્થાને છે. જ્યારે લખનૌ ચોથા સ્થાને છે.

પીચ રિપોર્ટ

IPL 2024ની સિઝનની 34મી મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. જ્યાં બેટિંગ કરવી મુશ્કેલ છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમોને ફાયદો થઈ શકે છે. અહીં રમાયેલી 10 મેચોમાંથી માત્ર 3 ટીમો જ ટાર્ગેટનો પીછો કરી શકી છે. એકાનામાં, ઝડપી બોલરોને શરૂઆતની ઓવરોમાં અને સ્પિનરોને પાછળથી મદદ મળે છે.

આ પણ વાંચો: IPLના 17 વર્ષના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર આશુતોષ શર્મા બન્યો પ્રથમ ભારતીય ખેલાડી

Back to top button