ટોપ ન્યૂઝબિઝનેસ

દુનિયાના સૌથી અમીરોની યાદીમાં અદાણી પહોંચ્યા બિલ ગેટ્સથી આગળ, કેટલી છે નેટવર્થ ?

Text To Speech

દેશના સૌથી ધનિક અને ગુજરાતના અગ્રીણ ઉદ્યોગકાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના અમીરોની યાદીમાં ચોથા ક્રમે આવી ગયા છે. ફોર્બ્સની અમીરોની યાદી મુજબ ગૌતમ અદાણી માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને પાછળ છોડીને ચોથા સ્થાન પર પહોંચી ગયા છે. હકીકતમાં બિલ ગેટ્સે જાહેરાત કરી હતી કે તેઓ તેમની સંપત્તિમાંથી 20 બિલિયન ડોલર દાન કરશે. પોતાના નિર્ણયને કારણે તેઓ 102 અબજ ડોલરની સંપત્તિ સાથે અમીરોની યાદીમાં એક સ્થાન સરકીને પાંચમા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે ગૌતમ અદાણી 114 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ચોથા સ્થાન પર છે.

ફોર્બ્સની અમીર લોકોની યાદી મુજબ ગૌતમ અદાણી ચોથા સ્થાન પર છે. પરંતુ જે લોકો તેમનાથી આગળ પ્રથમ ત્રણ સ્થાને છે તેમાં ટેસ્લાના એલોન મસ્ક ( Elon Musk)નો સમાવેશ થાય છે, જે 230 બિલિયન ડોલરની નેટવર્થ સાથે પ્રથમ સ્થાન પર છે. તો લૂઈસ વિટન (Louis Vuitton) ના બર્નાર્ડ ઓરનોલ્ટ બીજા સ્થાને, એમેઝોનના જેફ બેઝોસ ત્રીજા સ્થાને છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 88 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ફોર્બ્સની સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં 10મા સ્થાને છે.

ફોર્બ્સની Forbes Real Time Billioanire List મુજબ ગૌતમ અદાણીએ પ્રથમ ચાર અમીરોમાં સૌથી વધુ 2.3 બિલિયન ડોલરની સંપત્તિમાં વધારો થયો છે. આ સાથે જ મુકેશ અંબાણીની સંપત્તિમાં 1.5 બિલિયન ડોલરનો વધારો થયો છે.

હકીકતમાં પેટ્રોલિયમ કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લાદવાના સરકારના નિર્ણયને કારણે તાજેતરના દિવસોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં મોટો ઘટાડો થયો હતો, જેના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો થયો હતો. જ્યારે અદાણી જૂથની કંપનીઓમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, જેના કારણે ગૌતમ અદાણી વિશ્વના અમીરોની હરોળમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે.

Back to top button