ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગુજરાતમાં વૈજ્ઞાનિકોને મળ્યા 5 કરોડ વર્ષ જુના વાસુકીનાગના કંકાલ

  • IIT રુડકીના વૈજ્ઞાનિકોએ કરી આ મહત્ત્વની શોધ
  • વાસુકીનાગનું વૈજ્ઞાનિક નામ Vasuki Indicus રાખવામાં આવ્યું
  • તેનું કદ એનાકોન્ડા અને અજગર કરતાં પણ છે મોટું

ગુજરાત, 19 એપ્રિલ: હાલમાં વૈજ્ઞાનિકોએ કરેલા એક શંસોધનમાં ગુજરાતમાં વાસુકીનાગના જીવાશ્મો મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો છે કે આ નાગ 11 થી 15 મીટર લાંબો હશે. લગભગ 5 કરોડ વર્ષ પહેલા ભારતમાં જોવા મળતા હતા જેનું વૈજ્ઞાનિકોએ Vasuki Indicus નામ રાખ્યું છે. વાસુકી ભગવાન શિવના ગળામાં લપેટાયેલા નાગરાજ પરથી પાડ્યું છે. ઈંડિક્સનો મતલબ કે ‘ભારત કા રાજા’ વૈજ્ઞાનિકોએ આ નામથી દર્શાવ્યું છે કે તે ભગવાન શિવના ગળામાં લપેટાયેલા નાગરાજ જેવા હતા. જેની લંબાઈ લગભગ ઓછામાં ઓછી 49 ફુટ હતી. આ સાપનું વર્ણન સમુદ્રમંથનમાં પણ છે જેમાં બતાવવામાં આવ્યું છે કે મંદાર પર્વતની ચારેબાજુ વાસુકી નાગને લપેટીને સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું.

વૈજ્ઞાનિક નામ Vasuki Indicus

ગુજરાતના કચ્છમાં ઘણા જ પ્રાચીન જીવાશ્મો મળ્યા હતા. આ જીવાશ્મો વાસુકી નાગના છે જે દુનિયાના સૌથી મોટા નાગ હતા. જેની આગળ એનાકોન્ડા જ નહીં પણ ડાયનાસરોના જમાનામાં વિશાળકાય ટી.રેક્સ ડાયનાસર પણ તેની આગળ નાના લાગે. વાસુકી નાગના જીવાશ્મો કચ્છના પાનંધ્રો લાઈટનાઈટ ખાણમાંથી મળ્યા છે. વૈજ્ઞાનિકોએ આ ખાણમાંથી વાસુકીનાગની કરોડરજ્જુના હાડકાના 27 જેટલા ભાગ મળી આવ્યા હતા. સાઈન્ટિફિક રિપોર્ટ્સમાં છપાયેલી એક સ્ટડી મુજબ IIT રુડકીના પૈલેટિયોલોજિસ્ટ દેબજીત દત્તાએ કહ્યું કે આનો આકાર વાસુકી નાગ જેવા હતો.

પોતાને જ શિકારી બનાવીને મારી નાંખતો

મહત્ત્વની વાત એ છે કે વૈજ્ઞાનિકોને લાગે છે કે નાગ ભારતમાં જ પૈદા થયા હશે. કરોડો વર્ષો પહેલા આ નાગની પ્રજાતિ દક્ષિણી યૂરેશિયાના ઉત્તરી આફ્રિકા સુધી પહોંચી ગયી હશે. આ નાગ જે સમયે રહેતો હશે ત્યારે ધરતીનું વાતાવરણ ગરમ રહ્યુ હશે એટલે કે લગભગ તાપમાન 28 ડીગ્રી સેલ્સિયસ રહ્યું હશે. આટલો મોટો નાગ આટલા ગરમ વાતાવરણ જ રહી શકતો હતો, જેમ કરોડો વર્ષો પહેલા રહ્યા કરતો હતો. પણ હવે વૈશ્વિક સ્તર પર તાપમાન વધતા તેની વસ્તી પણ ઘટી ગઈ હતી. રિસર્ચ પ્રમાણે કહેવાયું છે કે કંકાલના ટુકડા પુરી રીતે વિકસિત વયસ્ક નાગના છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આટલો મોટો નાગ કેવો રહ્યો હશે, જેના ઘણા કારણો પણ રહ્યા હશે. બની શકે છે કે તે સમયનું વાતાવરણ તેમના માટે અનુકુળ રહ્યું હશે, ખાવા માટે ભરપુર ભોજન મળતું હશે અને ભાગ્યે જે તેનું કોઈ શિકાર કરવાવાળું નહીં હોય. આ સિવાય કદાચ તે  એનાકોન્ડા અને અજગરની જેમ પોતાને શિકાર બનાવીને મારી નાંખતો હોવો જોઈએ.

ભારતની ધરતી પર

વાસુકી Madtsoiidae ફેમિલીના સાંપો સાથે સંબંધ ધરાવતો હતો. આ સાંપ 9 કરોડ વર્ષ પહેલા ધરતી પર જોવા મળતો હતો, જે 12 હજાર વર્ષ પહેલા લુપ્ત થયા હતા. આ સાંપ ભારતથી લઈને દક્ષીણી યૂરેશિયા, ઉત્તર આફ્રિકા સુધી ફેલાયેલા હતા. જ્યારે યૂરેશિયા 5 કરોડ વર્ષ પહેલા એશિયાથી ટકરાયું ત્યારે ભારત બન્યું હતું. IIT રુડકીના રિસર્ચરોનો દાવો છે કે હવે વિલુપ્ત થઈ ગયેલો નાગ દુનિયાના સૌથી લાંબા નાગમાંનો એક રહ્યો હશે. આ રિસર્ચ રિપોર્ટ હાલમાં જ સાઈન્ટિફીક રિપોર્ટ્સ નામની જર્નલ છપાઈ છે. આ નાગ સેનોજોઈક કાળમાં રહેતો હતો. એટલે કે લગભગ 6.60 કરોડ વર્ષ પહેલા ત્યારે ડાયનોસર યુગ સમાપ્ત થઈ ગયો હતો. હાલમાં વાસુકી નાગની કરોડરજ્જુના હાડકાનો એક સૌથી મોટો ભાગ મળ્યો હતો જે સાડા ચાર ઈંચ પહોળો હતો. જેનાથી જાણ થાય છે કે વાસુકી નાગનું શરીર અંદાજીત 17 ઈંચ જેટલું પહોળું હોવું જોઈએ. તેની ખોપડ મળી નથી પણ તેની શોધખોળ ચાલું છે.

આ પણ વાંચો :ગરમીમાં ફરવા જવાનો પ્લાન હોય તો અરુણાચલ પ્રદેશની આ ઠંડી જગ્યાઓ પર જાવ

Back to top button