ટ્રેન્ડિંગધર્મ

શુક્રનું મેષ રાશિમાં ગોચર, પાંચ રાશિઓ પર લક્ષ્મીજીની વરસશે કૃપા

  • શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે અને મીન તેની ઉચ્ચ રાશિ છે, જ્યારે કન્યા તેની નીચ રાશિ છે. જાણો શુક્રનું મેષ રાશિમાં ગોચર કઈ રાશિઓ પર ધનવર્ષા કરશે?

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે. ગ્રહોના રાશિ પરિવર્તનનો શુભ-અશુભ પ્રભાવ તમામ રાશિ પર પડતો હોય છે. 25 એપ્રિલના રોજ શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ભૌતિક સુખ, વૈવાહિક સુખ, ભોગ-વિલાસ, કળા-પ્રતિભા, સૌંદર્ય, રોમાન્સ, કામ-વાસના અને ફેશન ડિઝાઈનિંગનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે અને મીન તેની ઉચ્ચ રાશિ છે, જ્યારે કન્યા તેની નીચ રાશિ છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર શુક્રના મેષ રાશિમાં પ્રવેશવાથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય નક્કી છે. જાણો શુક્રનું મેષ રાશિમાં ગોચર કઈ રાશિઓ પર ધનવર્ષા કરશે?

શુક્રનું મેષ રાશિમાં ગોચર, પાંચ રાશિઓ પર લક્ષ્મીજીની વરસશે કૃપા hum dekhenge news

મેષ રાશિ

આ ગોચર એ ઘરમાં થશે જે સૌભાગ્યનું પ્રતીક છે અને ભાગ્યના સ્વામી ગુરુ પણ ત્યાં હાજર હશે. આવા સંજોગોમાં મેષ રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. લાંબા સમયથી તમારો પીછો કરી રહેલા મુદ્દાઓ તમને છોડી દેશે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે. કોઈ મોટો અવસર તમારો દરવાજો ખખડાવશે. તમારો ઝુકાવ ધાર્મિક પ્રવૃતિમાં થશે. તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે.

સિંહ રાશિ

આ સમયગાળા દરમિયાન તમને અપેક્ષાઓ કરતા પણ વધુ લાભ થશે. તમે પહેલા કરેલા રોકાણો તમને નફો રળાવશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધાર્મિક કાર્યોમાં તમારું મન લાગશે. આ સમયગાળામાં તમે તમારા પરિવાર અને સાસરી પક્ષ વચ્ચે સામંજસ્ય કરાવવાનો પ્રયાસ કરશો અને તેમાં તમને સફળતા પણ મળશે. વ્યવસાયમાં પ્રગતિ થશે. તમારે હેલ્થ પર પણ ધ્યાન આપવું પડશે.

શુક્રનું મેષ રાશિમાં ગોચર, પાંચ રાશિઓ પર લક્ષ્મીજીની વરસશે કૃપા hum dekhenge news

કન્યા રાશિ

આ ગોચરથી કન્યા રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં પ્રેમ અને સકારાત્મકતાનો ભરપૂર સંચાર થશે. જીવનસાથી સાથે સારા સંબંધો સ્થાપિત કરવામાં સફળતા મળશે. લાંબા સમયથી તમારી પીઠ સાથે જોડાયેલી પરેશાનીઓ ખતમ થશે તમે ખુશનુમા અનુભવ કરશો. જો તમે તમારા પાર્ટનર સાથે અથવા તો તેમના નામ પર વેપાર કરી રહ્યા છો તો આ સમયગાળામાં તમને અપાર સફળતા મળશે. તમે પાર્ટનર સાથે ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો. કન્યા રાશિના જાતકોને કરિયરમાં પ્રમોશન મળશે. આ સમયગાળામાં આરોગ્ય પણ સારું રહેશે.

વૃશ્ચિક રાશિ

જે જાતકો અવિવાહિત છે, તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવશે અને તેમની સાથેના સંબંધો મજબૂત બનશે. જો તમે પહેલેથી કોઈ રિલેશનશિપમાં છો તો સારી પ્રગતિ જોવા મળશે. તમારા લગ્ન પણ થઈ શકે છે. પ્રેમ લગ્નની શક્યતાઓ વધુ છે. વૃશ્ચિક રાશિના જાતકો શિક્ષા માટે વિદેશ પણ જઈ શકે છે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ સારો રહેશે.

ધન રાશિ

શુક્રના ગોચરના પ્રભાવથી તમે વિવિધ આયોજનોમાં ભાગ લઈ શકશો અને ઉચ્ચ સન્માનિત લોકોને મળવાનો મોકો મળશે. પારિવારિક જીવન સારું રહેશે, પરંતુ તમારે હેલ્થ પર થોડું ધ્યાન આપવું પડશે. તમે અસંતુલિત ખાદ્ય પદાર્થો તરફ આકર્ષિત થઈ શકો છો. પૌષ્ટિક અને સંતુલિત આહાર જાળવવાનું ભૂલી શકો તેવું બની શકે છે. પાચન સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. આ દરમિયાન તમે લાંબી યાત્રા કરી શકો છો અને ધન લાભના યોગ પણ બનશે. તમારી આર્થિક સ્થિતિ બહેતર બનશે.

આ પણ વાંચોઃ હનુમાન જયંતી પર છે વિશેષ યોગ, આ રીતે કરો બજરંગબલીને પ્રસન્ન

Back to top button