ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શાહરૂખ ખાન કોંગ્રેસ માટે પ્રચાર કરવા નીકળ્યો? રોડ શોનો વીડિયો થયો વાયરલ

સોલાપુર (મહારાષ્ટ્ર), 19 એપ્રિલ: દેશમાં આજથી લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થયો છે. દેશના વિવિધ રાજ્યોમાં 102 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજ પછી ચૂંટણીના વધુ 6 તબક્કા બાકી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ વિચારમાં પડી જશો. કેમ કે વીડિયોમાં શાહરૂખ ખાન કોંગ્રેસ માટે રોડ શો કરી રહ્યો છે. શાહરૂખ ખાનને જોઈને ઘણા લોકો ચોંકી ઉઠ્યા હતા, પરંતુ તમે વાયરલ વીડિયોને જોશો તો તમને બધું જ ખ્યાલ આવી જશે.

શાહરૂખ ખાનનો પ્રચાર કરતો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો તેમના ચૂંટણી રથ પર સવાર થઈને મતદારો પાસે મતદાનની અપીલ કરી રહ્યા છે. વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે તેમની વચ્ચે એક વ્યક્તિ ઉભો છે, જેને પહેલીવાર જોઈને એવું લાગે છે કે જાણે તે અભિનેતા શાહરૂખ ખાન છે. પરંતુ જેવો કેમેરા તે વ્યક્તિ પર ઝૂમ કરે છે કે તરત જ તે પોલ ખૂલી જાય છે. ખરેખર આ શખ્સ શાહરૂખ ખાનનો ડુપ્લિકેટ છે.

શાહરૂખ ખાન જેવો લુક બનાવીને કોંગ્રેસના કાર્યકરો સાથે પ્રચાર કરી રહ્યો છે. તે શાહરૂખની સ્ટાઈલમાં લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેનો વીડિયો ઇન્ટરનેટ પર ફરતો થયો છે. જેના પર ઘણા લોકો મશ્કરી પણ ઉડાવી રહ્યા છે. મહત્ત્વનું છે કે, શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ મહારાષ્ટ્રના સોલાપુરમાં મહાવિકાસ અઘાડીના ઉમેદવારો કુમારી પ્રણિતિતાઈ અને સુશીલકુમાર શિંદેના સમર્થનમાં રોડ શૉમાં પ્રચાર કરી રહ્યો હતો.

ડુપ્લીકેટ શાહરૂખ કોંગ્રેસ માટે વોટ માંગ્યા

આ વીડિયો X પર @KreatelyMedia નામના એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કોંગ્રેસે તેના પ્રચાર માટે ડુપ્લિકેટ શાહરૂખ ખાનને રાખ્યો છે.’ અત્યાર સુધી 1 લાખ 44 હજાર લોકો વીડિયો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- કદાચ તે લોકો ઓરિજિનલ એફોર્ડે નહીં કરી શક્યા હોય. અન્ય એક યુઝરે લખ્યું- શાહરૂખ ખાનના ડુપ્લીકેટનો પણ અલગ ક્રેઝ છે. ત્રીજા યૂઝરે લખ્યું- ભાઈ, પૈસા પૂરા થઈ ગયા છે, આપણને માત્ર આ જ પરવડી શકે છે. અન્ય એક યુઝરે લખ્યું- અસલ શાહરૂખને પૂછી લેતા કદાચ તે માની જતો.

આ પણ વાંચો: મતદાન LIVE: ઉત્તરાખંડમાં મતદારે EVM તોડ્યું, મણિપુરમાં પોલિંગ બૂથ પર ફાયરિંગ, 3 ઘાયલ

Back to top button