ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

દાદાના જુસ્સાને સલામ! ચાલી શકે એમ ન હોવા છતાં મત આપવા આ રીતે પહોંચ્યા

ઉત્તરકાશી, 19 એપ્રિલ: ઉત્તરાખંડની પાંચેય લોકસભા સીટો માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાન મથકો પર મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વૃદ્ધો, મહિલાઓ અને યુવાનો મતદાન કરવા આવી રહ્યા છે, આ સાથે દિવ્યાંગો પણ મતદાન કરવા ઉત્સાહ ભેર આવી રહ્યા છે. ઉત્તરકાશી જિલ્લાના યમુનોત્રી વિધાનસભા ક્ષેત્રના તુલ્યાદા બૂથ પર મતદાન કરવા આવતા વિમલ સિંહને જોઈને દરેક વ્યક્તિ તેમના જુસ્સાને સલામ કરી રહ્યા છે. વિમલ સિંહ હરવા-ફરવામાં સક્ષમ નથી, તે વિકલાંગ છે. છતાં તેઓને મતદાન કરવા માટે ડોલીમાં આવતા જોઈ લોકો પણ કહી રહ્યા છે કે વાહ શું દાદાનો જુસ્સો છે.

વિમલસિંહના જુસ્સાને સલામ

વાસ્તવમાં વિકલાંગ વિમલ સિંહ ડોળીમાં બેસીને મતદાન કરવા આવ્યા હતા. ચાર યુવકો તેમને પાલખીમાં લઈને મતદાન મથક પર પહોંચ્યા હતા. વહીવટી કર્મચારીઓની મદદથી તેઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. વિમલસિંહના જુસ્સા અને હિંમતની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. વિમલ સિંહે તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.

અહીં જૂઓ વીડિયો:

સીએમ ધામીએ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને યોગ ગુરુ રામદેવ રાજ્યમાં પ્રથમ મતદાન કરનારાઓમાં સામેલ હતા. ધામીએ ઉધમ સિંહ નગર જિલ્લાના ખાતિમાના નાગલા તેરાઈ મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે. પોતાની માતા અને પત્ની ગીતા સાથે મતદાન કરવા પહોંચેલા ધામી કેન્દ્રમાં કતારમાં ઉભા રહીને મતદાન કર્યુ હતું. મતદાન કર્યા બાદ બહાર આવેલા ધામીએ તમામ મતદારોને ચોક્કસ મતદાન કરવા અપીલ કરી હતી.

બાબા રામદેવે પણ મતદાન કર્યું

તે જ સમયે, બાબા રામદેવે પતંજલિના મહાસચિવ આચાર્ય બાલકૃષ્ણ સાથે હરિદ્વારના કંખલ વિસ્તારમાં દાદુબાગ મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે. મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે તેમણે ભારતને આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ગુલામીમાંથી મુક્ત કરવા માટે મતદાન કર્યું છે. તેમણે લોકોને મત આપવા અને એવી સરકારને ચૂંટવાની પણ અપીલ કરી હતી જે દેશમાં સનાતની શક્તિઓને મજબૂત બનાવે.

મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ

રાજ્યની તમામ લોકસભા સીટો – પૌડી ગઢવાલ, ટિહરી, અલમોડા (અનામત), હરિદ્વાર અને નૈનીતાલથી સાંસદ બનવા ઈચ્છુક 55 ઉમેદવારોનું ભાવિ 83 લાખથી વધુ મતદારોના હાથમાં છે. રાજ્યના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી વીકે જોગદંડેએ જણાવ્યું હતું કે કેટલાક મતદાન સ્થળો પર ઈવીએમમાં ​​ખામી હોવાના અહેવાલો હતા, જે ‘મોક પોલ’ દરમિયાન જ બદલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે દરેક જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે અને ક્યાંયથી કોઈ અપ્રિય ઘટનાની જાણ થઈ નથી.

આ પણ વાંચો: બેન્ડ બાજા વોટ! જમ્મુ-કાશ્મીરના નવવિવાહીત યુગલે લગ્ન પછી તરત જ કર્યું મતદાન, વીડિયો વાયરલ

Back to top button