ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

VIDEO: ગરમીથી બચવા મિત્રોએ કર્યો અનોખો જુગાડ, પીક-અપ વાનને સ્વિમિંગ પુલ બનાવીને કરી મોજ-મસ્તી

Text To Speech

HD News Desk (અમદાવાદ), 18 એપ્રિલ: આ દુનિયામાં જુગાડ કરતાં લોકોની કોઈ કમી નથી. દરેક વિસ્તારમાં, દરેક શેરીમાં, તમને ચોક્કસ 2-3 લોકો મળશે જેઓ તેમના વિસ્તારમાં તેમના જુગાડ માટે લોકપ્રિય હશે. દર થોડાક દિવસે સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થાય છે જેમાં લોકોના અવનવાં જુગાડ જોવા મળે છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક નવો જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમને ગરમીથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. ગરમીથી બચવા ત્રણ મિત્રોએ મગજ દોડાવીને પીક-અપ વાનમાં સ્વિપિંગ પુલ બનાવી દીધો. તમને વિચાર આવતો હશે, આ કેવી રીતે? જોઈ લો પછી આ વીડિયો…

વીડિયોમાં શું જોવા મળ્યું?

દરેક વ્યક્તિ ગરમીથી રાહત મેળવવા માટે કેટલીક વ્યવસ્થા કરે છે. કેટલાક લોકો પોતાના ઘરમાં AC લગાવે છે તો કેટલાક લોકો કૂલર લગાવે છે. એટલું જ નહીં, રજાના દિવસે લોકો વૉટર પાર્ક કે સ્વિમિંગ પુલમાં જાય છે અને કલાકો સુધી પાણીમાં મજા કરે છે. પરંતુ કેટલાક મિત્રોએ પીક-અપ વાનમાં જ પોતાનો પુલ બનાવી દીધો. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્રણ મિત્રોએ જૂની પીકઅપ વાનના પાછળના હિસ્સામાં તાડપત્રી મૂકી છે. જેમાં પાણી ભર્યું. આ સિવાય તેમણે વચ્ચે એક છત્રી અને ટેબલ ફીટ કર્યું છે. છોકરાઓએ ટેબલ પર ફળો પણ રાખ્યા. અને આ રીતે તેઓ તેમની પુલ પાર્ટીની મજા માણી.

ટેમ્પોમાં બેસીને મિત્રોએ માણી સ્વિમિંગ પુલની મજા

આ વીડિયોમાં ત્રણ મિત્રો મસ્ત સ્વિમિંગ પુલની મજા માણી રહ્યા છે. એક મિત્ર પાણીમાં બેસીને ફોન પર વાત કરી રહ્યો છે, તો બીજો મસ્ત રિલેક્સ મૂડમાં બેસીને તડબૂચ ખાઈ રહ્યો છે અને ત્રીજો મિત્ર તરી રહ્યો છે. આ વીડિયોને @The90sPanda નામના એકાઉન્ટ સાથે X પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘છોકરાઓ ગમે ત્યાં મજા કરવાની રીત શોધી લે છે.’ અત્યાર સુધી આ વીડિયોને 30 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- આ જલપરા છે. અન્ય યુઝરે લખ્યું- મિત્રો મળીને એકસાથે મેમરી ક્રિએટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: બેંગલુરુ એરપોર્ટમાં પ્રવેશના આરોપમાં યુટ્યુબરની ધરપકડ, વીડિયો બનાવીને કર્યો દાવો

Back to top button