ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

WHO એ H5N1 એવિયન ફ્લૂના માનવમાં વધતા સંક્રમણ અંગે આપી ચેતવણી 

HD ન્યૂઝ ડેસ્ક, 18 એપ્રિલ : વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુરુવારે મનુષ્યો સહિત અગાઉ અપ્રભાવિત પ્રજાતિઓમાં H5N1 એવિયન ફ્લૂના વધતા સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરી, આ સંક્રમણમાં મૃત્યુ દર “અસાધારણ રીતે ઊંચો” હોવાનું જણાવ્યું છે. યુએન આરોગ્ય એજન્સીના મુખ્ય વૈજ્ઞાનિક, જેરેમીએ જિનીવામાં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે આ એક મોટી ચિંતા છે.’

2020 માં શરૂ થયેલા બર્ડ ફ્લૂના પ્રકોપને કારણે લાખો મરઘાંના મૃત્યુ થયા છે, જેમાં જંગલી પક્ષીઓ, ભૂમિ પરના સસ્તન પ્રાણીઓ અને દરિયાઈ સસ્તન પ્રાણીઓને પણ અસર થઈ છે.

અસરગ્રસ્ત પ્રજાતિઓની યાદીમાં હાલમાં ગાય અને બકરાને પણ સામેલ કરવામાં આવ્યા છે, જે ખરેખર ચિંતા ઉપજાવે તેવું છે. કારણ કે અગાઉ તેઓ ઈન્ફલ્યુએન્ઝાના આ પ્રકાર માટે સંવેદનશીલ નહિ હોવાનું માનવામાં આવતું હતું. A (H5N1) સ્ટ્રેન હવે વિકસીત થયો છે. જેને જેરેમી ” એક વૈશ્વિક ઝૂનોટિક પ્રાણી રોગચાળા” તરીકે વર્ણવે છે.

તેમણે કહ્યું, “મોટી ચિંતા એ છે કે, બતક અને મરઘાં અને પછી સસ્તન પ્રાણીઓને સંક્રમિત કરી હવે આ વાયરસએ માનવોને ચેપ લગાડવાની ક્ષમતા વિકસાવી છે. અને પછી માનવથી માનવમાં ગંભીર રીતે સંક્રમિત કરવાની ક્ષમતા વિકસાવે છે.”

આજ સુધી ઈન્ફલ્યુએન્ઝા A(H5N1) વાયરસના માનવ-થી-માનવમાં સંક્રમણના કોઈ પુરાવા નથી. જો કે, એવા કિસ્સા ચોક્કસ જોવા મળ્યા છે જ્યાં ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવવાથી માણસો વાયરસથી સંક્રમિત થયા છે, મૃત્યુ દર ચિંતાજનક રીતે ઊંચો છે, એમ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું.

WHO મુજબ, 2023 ની શરૂઆતથી આ વર્ષની 1 એપ્રિલ સુધીમાં, 23 દેશોમાં 889 માનવ કેસ નોંધાયા છે, જેના પરિણામે 463 લોકો મૃત્યુ પામ્યા છે, જે 52 ટકાના મૃત્યુ દરની સમકક્ષ છે.

ચિંતાજનક ઘટનાને લઇ યુએસ અધિકારીઓએ આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે ટેક્સાસમાં એક માણસ ડેરીમાં પશુઓના સંપર્કમાં આવ્યા પછી બર્ડ ફ્લૂથી સ્વસ્થ થઈ રહ્યો છે.  ટેક્સાસ, કેન્સાસ અને અન્ય રાજ્યોમાં જંગલી પક્ષીઓ સાથે સંપર્ક ધરાવતા મનુષ્યોમાં આ વાયરસના ફેલાવાને પગલે આ ઘટના બની હતી.

whoએ કહ્યું કે આ કેસ દ્વારા જાણવા મળે છે કે, ચેપગ્રસ્ત સસ્તન પ્રાણીના સંપર્ક દ્વારા ઈન્ફલ્યુએન્ઝા A (H5N1) વાયરસ માનવમાં  ચેપનું આ સૌથી પહેલું ઉદાહરણ છે. વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું હતુંકે, ‘જ્યારે સસ્તન પ્રાણીઓની વસ્તીમાં વાયરસનો ફેલાવો થાય છે, ત્યારે મનુષ્યોમાં તેના ફેલાવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. “આ વાયરસ ફક્ત નવા, નવા યજમાનો શોધી કરે છે.” આ એક ચિંતાનો વિષય છે.

Back to top button