એક ભૂલથી હેકર્સને મળશે તમારા એફબી એકાઉન્ટનું એક્સેસ, જાણો તેનાથી બચવાના ઉપાય
- અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ
- અજાણ્યા સાથે ચેટ ન કરવુ જોઈએ
- રાખો ટૂ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન ઓન
HDNEWS, 18 એપ્રિલ: ડિજિટલ દુનિયામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વપરાશ વધવાની સાથે સાઈબર ક્રાઈમની ઘટનાઓ પણ વધી રહી છે. દુનિયાભરમાં કરોડો લોકો સૌથી જુનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો આજે પણ વપરાશ કરી રહ્યા છે. ફેસબુક યુઝર્સ પક હૈકરોની પણ સતત વોચમાં તમારી એક ભુલ થવાની રાહ જોતા હોય છે. તમારા એક ભુલના કારણે તમારું ફેસબુક એકાઉન્ટ હેક થઈ શકે છે. હૈકર્સને તમારા એકાઉન્ટની એક્સેસ મળતા જ તમારી પ્રાઈવસ લીક થવાનો પણ ખતરો તોળાયેલો હોય છે માટે જાણો કેટલાક સિક્યોરિટી સ્ટેપ્સ જેનાથી તમારો ફેસબુક રહેશે સુરક્ષિત.
અપનાવો આ સિક્યોરિટી સ્ટેપ્સ
1. ફેસબુકમાં ચેટ કરતા સમયે કોઈ પણ અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ. ઘણીવાર સ્કૈમર્સ લિંકના માધ્યમથી ડીવાઈસ પર માલવેર ઈન્સ્ટોલ કરી દેતા હોય છે જેના વડે તેઓ તમારી પર્સનલ માહીતીની ચોરી કરે છે.
2. ઘણી વાર લોકો અજાણ્યા વ્યક્તિઓ સાથે પણ ચેટ કરવાની ટેવ ધરાવતા હોય છે. માટે અજાણ્યા વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયામાં કનેક્ટ ન રહેવું જોઈએ. નહી તો ભારે નુક્શાન નો સામનો કરવો પડી શકે છે.
3. પોતાના ફેસબુક એકાઉન્ટમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન ઓન રાખવું જોઈએ. આ સિક્યોરિટી ફિચર અજાણ્યા માણસને તમારા એકાઉન્ટ સુધી પહોંચતા અટકાવે છે.
4. ટૂ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન ઓન કર્યા પછી જો કોઈ વ્યક્તિ તમારો પાસવર્ડ પણ જાણી જાય છે તો પણ તમારા એકાઉન્ટને એક્સસ કરી શકશે નહી.
5. એકાઉન્ટમાં ટૂ-ફેક્ટર ઓન કર્યા પછી બેકઅપ મેથડનો પણ ઉપયોગ કરી શકો છો. આ મેથડ માટે તમે ગુગલ ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ કરી શકો છો. આ એપમાં તમને એક સિક્યોરિટી કી સેન્ડ કરવામાં આવશે. જેનો ઉપયોગ એકાઉન્ટ લોગઈન કરવા માટે કરી શકશો.
6. ફેસબુકમાં ચેટિંગ દરમિયાન તમરી જાણીતી વ્યક્તિ પણ જો તમારી પર્સનલ વિગતો જેવી કે બેંક એકાઉન્ટ ડીટેલ,ઓટીટી લોગઈન ડીટેલ માંગ છે તો પણ તમારે તે ન આપવી જોઈએ. કારણે કે એક સંભાવના પ્રમાણે તમારા મિત્રનું એકાઉન્ટ કોઈએ હેક કરી લીધું છે તો તે તમારી માહીતી ચોરી શકે છે.
7. પાસવર્ડ હંમેશા લાંબો અને સ્પેશિયલ કેરેક્ટરનો યુજ કરીને ક્રિએટ કરેલો હોવો જોઈએ. નાનો પાસવર્ડ રાખવાથી સરળતાથી ક્રેક થઈ શકે છે.
આ પણ વાંચો: સ્વદેશી ટેક્નોલોજી ધરાવતી ક્રૂઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું