ટ્રેન્ડિંગમનોરંજન

સુનીલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલને ખાસ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છાઓ!

Text To Speech
  • બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ ખાસ અંદાજમાં પોતાના જમાઈને બર્થડે વિશ કર્યું છે. સુનીલ શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને ખાસ મેસેજ લખીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

18 એપ્રિલ, મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન કેએલ રાહુલ આજે 18 એપ્રિલના રોજ પોતાનો જન્મદિવસ ઊજવી રહ્યો છે. આ ખાસ અવસરે બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ ખાસ અંદાજમાં પોતાના જમાઈને બર્થડે વિશ કર્યું છે. સુનીલ શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને ખાસ મેસેજ લખીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

સુનીલ શેટ્ટીએ ઈન્સ્ટા પર શેર કરી પોસ્ટ

સુનીલ શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર જે ફોટો શેર કર્યો છે તેમાં સુનીલ શેટ્ટી, દિકરો અહાન શેટ્ટી અને જમાઈ કેએલ રાહુલ એક સાથે સોફા પર બેઠેલા જોઈ શકાય છે. ફોટો શેર કરવાની સાથે જ સુનીલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલ માટે એક સુંદર કેપ્શન લખ્યું છે. કેપ્શનમાં સુનીલ શેટ્ટીએ લખ્યું છે કે, કહેવાય છે ને કે એ મહત્ત્વનું નથી કે આપણા જીવનમાં શું છે, પરંતુ એ મહત્ત્વનું છે કે આપણા જીવનમાં કોણ છે. તને પામીને હું ધન્યતા અનુભવું છું, કેમકે આ એક એવું કનેક્શન છે જેને હું સમજાવી નથી શકતો. હેપ્પી બર્થડે રાહુલ. આઈ લવ યૂ બેટા!

અહાન શેટ્ટીએ શેર કરી તસવીર

અહાન શેટ્ટીએ પણ કેએલ રાહુલને બર્થડે વિશ કર્યું છે. કેએલ રાહુલ સાથે પોતાની એક તસવીર શેર કરતા તેણે લખ્યું છે. હેપ્પી બર્થડે બ્રધર. તસવીરમાં બંને ટી-શર્ટ અને બ્લૂ ડેનિમમાં જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે 23 જાન્યુઆરી, 2023ના રોજ કેએલ રાહુલ અને સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન પહેલા બંનેએ લગભગ ચાર વર્ષ સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું.

આ પણ વાંચોઃ રામનવમીએ જેલમાં યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ, કેદીઓ થયા ભક્તિમાં લીન

Back to top button