અયોધ્યામાં રામલલ્લાના દર્શન બાદ આ ચાર જગ્યાઓ પર જરૂર જજો, મનને શાંતિ મળશે
- અયોધ્યામાં રામલલ્લાના દર્શન બાદ તમે કેટલીક જગ્યાઓ પર જવાનો પ્લાન બનાવી શકો છો. આ સ્થળોને એક્સ્પ્લોર કરવા પર તમને જીવનભરની યાદો મળી જશે
હિન્દુ ધર્મમાં અયોધ્યા નગરીનું વિશેષ મહત્ત્વ છે. આ ધાર્મિક શહેર ભગવાન શ્રીરામનું જન્મસ્થળ છે. અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદથી અહીં ટુરિસ્ટ વધી રહ્યા છે. દિવસે ને દિવસે વધુને વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામનગરીની મુલાકાત લેવા જાય છે. જો તમે રામલ્લાના દર્શને જવાનું વિચારી રહ્યા હો તો સાથે આ જગ્યાઓની મુલાકાત પણ લેજો, જે મનને મોહી લેશે અને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ કરાવશે. અહીં તમને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે. અયોધ્યાને ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ શહેર માનવામાં આવે છે. અહીંના આધ્યાત્મિક તરંગો તમને આખું વર્ષ ઊર્જાથી ભરી દેશે. અયોધ્યામાં રામલલ્લાના દર્શન બાદ તમે કેટલીક જગ્યાઓ પર જવાનો પ્લાન બનાવી શકો છો. આ સ્થળોને એક્સ્પ્લોર કરવા પર તમને જીવનભરની યાદો મળી જશે.
અયોધ્યામાં 5 સ્થળોની મુલાકાત ખાસ લેવા જેવી
અયોધ્યાને ભગવાન શ્રીરામની જન્મભૂમિ માનવામાં આવે છે. વર્ષ 2024માં જ અહીં રામલલ્લાના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. તમે અહીં ભગવાનના દર્શન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.
હનુમાન ગઢી
આ હનુમાનજીનું મંદિર છે, જે 70 ફૂટ ઊંચું છે. આ મંદિર શહેરની મધ્યમાં એક ઊંચી ટેકરી પર આવેલું છે. મંદિર સુધી પહોંચવા માટે તમારે 76 પગથિયાં ચઢવા પડશે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન હનુમાનની 10 ફૂટ ઊંચી પ્રતિમા છે. મંદિર પરિસરમાં એક વિશાળ ધ્વજ છે, જેને ‘હનુમાન નિશાન’ કહેવામાં આવે છે.
કનક ભવન
જો તમે અયોધ્યા જઈ રહ્યા હો તો કનક ભવન અવશ્ય જાવ. તે ભગવાન રામ અને માતા સીતાને સમર્પિત પ્રખ્યાત મંદિર છે. આ મંદિર તેના ભવ્ય સ્થાપત્ય અને ધાર્મિક મહત્ત્વ માટે જાણીતું છે. એવું માનવામાં આવે છે કે તે ત્રેતાયુગમાં ભગવાન રામના પિતા રાજા દશરથ દ્વારા તેમની રાણી કૈકેયી માટે બનાવવામાં આવ્યું હતું.
ગુલાબ વાડી
ગુલાબ વાડી અયોધ્યામાં સ્થિત એક સુંદર બગીચો છે. તે 18મી સદીમાં નવાબ શુજા-ઉદ-દૌલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ બગીચો તેના વિવિધ પ્રકારના ગુલાબ માટે પ્રખ્યાત છે. અહીં હજારો ગુલાબના વૃક્ષો છે જે વિવિધ રંગો અને આકારમાં ખીલે છે.
સરયૂ ઘાટ
સરયૂ નદીના કિનારે આવેલ સરયૂ ઘાટ હિંદુઓ માટે એક મહત્ત્વનું ધાર્મિક સ્થળ છે. ભગવાન રામે તેમના જીવનના ઘણા વર્ષો આ ઘાટ પર વિતાવ્યા હોવાનું માનવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો અહીં સ્નાન અને પૂજા-અર્ચના કરવા આવે છે. આ ઘાટ લગભગ 3 કિલોમીટર લાંબો છે. સાંજે ઘાટ પર આરતીનું આયોજન કરવામાં આવે છે, જે એક અદ્ભુત નજારો છે.
આ પણ વાંચોઃ ઋષિકેશ જાવ તો જરૂર ફરજો આ પાંચ જગ્યા, નહીંતર અધૂરી કહેવાશે ટ્રિપ