શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર EDની મોટી કાર્યવાહી: 97.79 કરોડની સંપત્તિ જપ્ત
- જપ્ત કરાયેલી સંપત્તિમાં રાજ કુન્દ્રાના ઈક્વિટી શેર, જુહુ ફ્લેટ અને પૂણેનો બંગલો સામેલ
નવી દિલ્હી, 18 એપ્રિલ: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા ફરી મુશ્કેલીમાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રાજ કુન્દ્રા વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના જુહુ ફ્લેટ સહિત રૂપિયા 97.79 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ED દ્વારા જણાવ્યા મુજબ, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ રિપુ સુદાન કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રાની રૂ. 97.79 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં રાજ કુન્દ્રાના ઈક્વિટી શેર, જુહુ ફ્લેટ અને પૂણેનો બંગલો સામેલ છે.
ED, Mumbai has provisionally attached immovable and movable properties worth Rs. 97.79 Crore belonging to Ripu Sudan Kundra aka Raj Kundra under the provisions of PMLA, 2002. The attached properties include Residential flat situated in Juhu presently in the name of Smt. Shilpa…
— ED (@dir_ed) April 18, 2024
રાજ કુન્દ્રા મુશ્કેલીમાં મુકાયા
EDએ ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. EDએ મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ દ્વારા મેસર્સ વેરિએબલ ટેક PTI લિમિટેડના દિવંગત અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને કેટલાક MLM એજન્ટો વિરુદ્ધ નોંધાયેલી બહુવિધ FIRના આધારે તપાસ શરૂ કરી છે અને જેમાં આરોપ લગાવ્યો છે કે, તેઓએ દર મહિને 10 ટકા વળતરના ખોટા વચન સાથે ભોળી જનતા પાસેથી બિટકોઈનના રૂપમાં (માત્ર 2017માં રૂ. 6,600 કરોડ) નાણાની જંગી રકમ એકત્ર કરી હતી. બિટકોઈન કૌભાંડમાં મની લોન્ડરિંગ બાબતે 2018માં ED દ્વારા રાજ કુન્દ્રાની પૂછપરછ કરવામાં આવી હતી.
બિટકોઈન કેસમાં ફસાયા રાજ કુન્દ્રા
મની લોન્ડરિંગ કેસ, જેમાં રાજ કુન્દ્રા સામે કાર્યવાહી કરવામાં આવી છે. તે મામલો બિટકોઈનના ઉપયોગ દ્વારા રોકાણકારોના નાણાંની છેતરપિંડી સાથે સંબંધિત છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે, રાજ કુન્દ્રાએ યુક્રેનમાં બિટકોઈન માઈનિંગ ફાર્મ સ્થાપવા ગેઈન બિટકોઈન પોન્ઝી કૌભાંડના માસ્ટરમાઈન્ડ અને પ્રમોટર અમિત ભારદ્વાજ પાસેથી 285 બિટકોઈન મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ કુન્દ્રાની 19 જુલાઇ, 2021ના રોજ અન્ય 11 લોકોની સાથે અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા
રાજ કુન્દ્રા ઉપરાંત આરોપી અજય ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજ હજુ ફરાર છે. અગાઉ EDએ 69 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જે 11 જૂન, 2019ના રોજ અને પોઝિશન ફરિયાદ 14 ફેબ્રુઆરી, 2024ના રોજ દાખલ કરવામાં આવી છે. માનનીય વિશેષ PMLA કોર્ટે આ અંગે સંજ્ઞાન લીધું છે. ઉલ્લેખનીય છે કે, રાજ કુન્દ્રાએ ગયા વર્ષે ફિલ્મ ‘UT69’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
આ પણ જુઓ: આલિયા ભટ્ટ, સાક્ષી મલિક પ્રભાવશાળી વ્યક્તિઓની TIMEની યાદીમાં સામેલ: બીજા કયા ભારતીયો છે જાણો