ગુજરાત: સી.આર.પાટીલ આજે નવસારી બેઠક પર ઉમેદવારી પત્ર ભરશે
- નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી આ વિશાળ રેલી નીકળશે
- વિજય સંકલ્પ રેલીમાં ઢોલ નગારા શંખનાદ સહિતના વાજિંત્રો
- નવસારીના લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચશે
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે નવસારી બેઠક પર ઉમેદવારી પત્ર ભરશે. જેમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાયા છે. તેમજ શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે. તથા નવસારી ખાતે રેલીમાં ગીતા રબારી ડાયરાની જમાવટ કરશે. તેમજ નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ગુજરાતમાંથી ભાજપને દાન પેટે મળ્યા 244 કરોડ પણ તેમાંથી ખર્ચનો હિસાબ જાણી રહેશો દંગ
નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી આ વિશાળ રેલી નીકળશે
નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી આ વિશાળ રેલી નીકળશે. તેમજ નવસારીના લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચશે. તેમજ રેલી પૂર્ણ થતા સીઆર પાટીલ દ્વારા ઉમેદવારી કરવામાં આવશે. જેમાં નાસીક ઢોલના તાલે કાર્યકર્તાઓ હાજર રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમને સમર્થન આપવા માટે નવસારી વિજય સંકલ્પ રેલીમાં હાજર રહેશે. એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી કાઢશે. રેલી કાઢીને ઉમેદવારી પત્ર ભરવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદમાં 5 શખ્સે જાહેરમાં બલિ ચઢાવી, કપાયેલું માથું અને પગ મળી આવ્યા
વિજય સંકલ્પ રેલીમાં ઢોલ નગારા શંખનાદ સહિતના વાજિંત્રો
સુરતની ચાર વિધાનસભા બેઠક સહિત નવસારીની ત્રણ મળી કુલ સાત વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરો સહિત સી.આર પાટિલના સમર્થકો મોટી સંખ્યામાં નવસારી આવશે. જેમાં આયોજિત વિજય સંકલ્પ રેલીમાં પ્રાંત કચેરી ખાતે રેલી પૂર્ણ થશે. કાળઝાળ ગરમી હોવાથી શહેરના કેટલાક વિસ્તારોના રસ્તાને અડીને મંડપ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં ઠંડા પીણા તેમાં છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે. વિજય સંકલ્પ રેલીમાં ઢોલ નગારા શંખનાદ સહિતના વાજિંત્રોની સાથે સીઆર પાટીલ રેલી પૂર્ણ કરી ઉમેદવારી પત્રક ભરશે.