શું PM મોદી ત્રીજી ટર્મ માટે વાપસી કરશે? શું કહે છે અલગ અલગ ઓપિનિયન પોલ? જાણો
- પ્રી-પોલ સર્વે અથવા ઓપિનિયન પોલમાં ભાજપની આગેવાની હેઠળની NDAની પકડ
નવી દિલ્હી, 18 એપ્રિલ: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે શુક્રવારે થવા જઈ રહ્યું છે છે ત્યારે ચૂંટણીના જુદા-જુદા પરિણામોની આગાહી કરતા પ્રી-પોલ સર્વે અથવા ઓપિનિયન પોલનું પૂર જોવા મળી રહ્યું છે. આ પોલ\સર્વે મુજબ, ભાજપની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માટે જંગી જીતની આગાહી કરવામાં આવી છે. NDA ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તેની પકડ જાળવી રાખે તેવી અપેક્ષા છે. જ્યારે કર્ણાટકમાં પણ NDAને 28માંથી 23 બેઠકો જીતવાની આશા છે. કેસરી છાવણી(ભાજપ) 46.6 ટકા વોટ શેર સાથે કુલ 543 લોકસભા બેઠકોમાંથી 373 બેઠકો જીતવાનો અંદાજ છે.
સેન્ટર ફોર સ્ટડીઝ ઈન ડેવલપિંગ સોસાયટીઝ (CSDS) દ્વારા કરાયેલા નવા પ્રી-પોલ સર્વેક્ષણમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારની ચિંતા છતાં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારની વાપસીનો સંકેત મળે છે. સર્વેમાં યુવાનો (રોજગારની તકોનો અભાવ) અને ગરીબો (જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ) વચ્ચે રહેલા સંકટ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અને ભારતના ચૂંટણી પંચમાં વિશ્વાસના અભાવ અંગેના અસંતોષને પણ પ્રતિબિંબિત કરે છે.
CSDS સર્વેમાં મોદી 3.0ની ભવિષ્યવાણી, પરંતુ બેઠકોના આંકડા કેવા રહેશે?
CSDSએ NDA માટે 12 ટકા વોટ શેર લીડનો અંદાજ મૂક્યો હતો. આ બધું હોવા છતાં પણ ભાજપનો વોટ શેર 2019માં લગભગ 37 ટકાથી વધીને 2024માં 40 ટકા થવાની ધારણા છે. બીજી તરફ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો વોટ શેર પણ 2019માં લગભગ 19 ટકાથી વધીને આ વખતે 21 ટકા નોંધાવે તેવી ધારણા છે. ભાજપના સાથી પક્ષોને છ ટકા વોટ શેર મળવાની ધારણા છે, જ્યારે INDIAના સાથી પક્ષોને 13 ટકા વોટ શેર મળવાની ધારણા છે. 2024માં બિન-જોડાણવાળા(ગઠબંધન) પક્ષો/અન્યને 20 ટકા વોટ શેર મળવાની અપેક્ષા છે.
એકંદરે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 46 ટકા વોટ શેર મળવાની ધારણા છે, જ્યારે INDI ગઠબંધનને બિન-જોડાણવાળા પક્ષો(જેને વોટ શેરમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળશે)ની સરખામણીએ 34 ટકા વોટ મળવાની ધારણા છે. સર્વેક્ષણ મુજબ, આ પરિણામો પીએમ મોદીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે, તેઓ વિપક્ષના વાસ્તવિક PM ચહેરા રાહુલ ગાંધી (27 ટકા) સામે 21 ટકાની લીડ ધરાવે છે.
2024માં ત્રીજી વખત PM મોદીની વાપસીની ભવિષ્યવાણી, NDAનો વોટ શેર વધશે
સર્વેના પરિણામો દર્શાવે છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં NDAનો વોટ શેર 45.1 ટકાથી વધીને 46.6 ટકા થશે. INDI ગઠબંધન 39.8 ટકા વોટ શેર સાથે 155 સીટો જીતવાની ધારણા છે. 2019માં, આ પક્ષોએ ગઠબંધન તરીકે ચૂંટણી ન લડતા, કુલ મતોના 36.6% મેળવ્યા હતા. સર્વે, જે લોકસભાની ચૂંટણીઓ પહેલા જાહેર જનતાના મૂડને પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ કરે છે, તેણે કેટલીક આગાહીઓ કરી છે – આંધ્ર પ્રદેશ, આસામ અને ઉત્તર પ્રદેશમાં NDA માટે મોટી જીતની આગાહી કરે છે.
બિહારમાં તેની આગાહી મુજબ, સર્વેક્ષણનો અંદાજ છે કે, NDA 33 બેઠકો સાથે રાજ્ય જીતી શકે છે, જે INDI ગઠબંધન માટે માત્ર 7 બેઠકો છોડી શકે છે. જ્યારે મહારાષ્ટ્રમાં પ્રમાણમાં વધુ વિભાજિત મતદારો છે, જ્યાં સર્વે મુજબ INDIA માટે 18 અને NDA માટે 30 બેઠકોની આગાહી કરવામાં આવી છે. માત્ર દક્ષિણના રાજ્યો જેવા કે તમિલનાડુ અને કેરળમાં મતદારો INDI ગઠબંધનની પાર્ટીઓને મત આપવા માટે વધુ વલણ ધરાવે છે, જ્યારે મહારાષ્ટ્રની જેમ તેલંગાણામાં પણ વિભાજિત મત જોવા મળશે.
ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભાજપની ક્લીન સ્વીપ
લોકસભા ચૂંટણી પહેલા અહેવાલ મુજબ, જો ગુજરાત અને મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીની જોરદાર લહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર જીત મેળવે તેવી સંભાવના છે. જ્યારે કોંગ્રેસ, AAPને કોઈ બેઠક મળવી મુશ્કેલ છે. ગુજરાતમાં NDAને 62.62 ટકા, INDIAને 24.74 ટકા જ્યારે 12.64 ટકા વોટ ક્યાં પક્ષને મળશે તે નક્કી નથી.
મધ્યપ્રદેશમાં ભાજપ 29 બેઠકો પર જીત હાંસલ કરી શકે છે. જ્યારે કોંગ્રેસ, AAPનું ખાતું ખોલશે નહીં તેવું કહેવામાં આવી રહ્યું છે. NDAને 61.88 ટકા, INDIAને 26.62 ટકા જ્યારે 11.50 ટકા વોટ ક્યાં પક્ષને મળશે તે નક્કી નથી. કોંગ્રેસ 2019માં મધ્યપ્રદેશના છિંદવાડાની એક સીટ બચાવવામાં સફળ રહી હતી. ત્યાં ઓપિનિયન પોલ મુજબ આ વખતે કોંગ્રેસ છિંદવાડા બેઠક પણ હારતી જોવા મળી રહી છે. આ વખતે ભાજપ મધ્યપ્રદેશમાં ક્લીન સ્વીપ કરે તેવું લાગી રહ્યું છે.
NDA કે INDI ગઠબંધન! દિલ્હીમાં કોને કેટલી બેઠકો મળશે?
ચૂંટણીમાં દેશની રાજધાની દિલ્હીની બેઠકોને લઈને આંકડા બહાર આવ્યા છે. જે મુજબ ભાજપના નેતૃત્વમાં NDA ગઠબંધન આ વખતે દિલ્હીની કુલ સાત લોકસભા બેઠકો પર ક્લીન સ્વીપ કરે તેવું લાગતું નથી. 2019ની ચૂંટણીની સરખામણીમાં ભાજપ એક સીટના નુકસાન સાથે 6 સીટો જીતી શકે છે. જ્યારે INDI ગઠબંધનનું ખાતું ખૂલવાની આશા છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને દિલ્હીમાં એક સીટ મળી શકે છે. તે જ સમયે, કોંગ્રેસને સતત ત્રીજી વખત ખાલી હાથ રહેવું પડી શકે છે.
અન્ય રાજ્યોની શું છે પરિસ્થિતિ?
ઓપિનિયન પોલ મુજબ, પશ્ચિમ બંગાળની 42 બેઠકો પર ભાજપને 20, કોંગ્રેસને 01 અને TMCને 21 બેઠક મળે તેવી સંભાવના છે. કેરળની 20 બેઠકો પર ભાજપને 03, UDFને 14 અને LDFને 03 બેઠક મળે તેવી ધારણા છે. બિહારની 40 બેઠકો પર ભાજપને 17, JDUને 8, RJDને 7, LJPને 4 તો કોંગ્રેસ સહિત અન્ય 4 પક્ષને 1 બેઠક મળે તેવી સંભાવના છે. છત્તીસગઢની તમામ 11 બેઠક ભાજપને મળે તેવી ધારણા છે. જ્યારે આસામની 14 બેઠકોમાં ભાજપને 11, કોંગ્રેસને 1 તો અન્યને 2 સીટ મળે તેવી અપેક્ષા છે. ઓડિસામાં 21 સીટમાંથી બાજપને ભાજપને 14, કોંગ્રેસને 1 અને BJDને 6 સીટ મળે તેવી સંભાવના છે. જ્યારે મહારાષ્ટ્રમાં 48 સીટમાંથી ભાજપને 25, કોંગ્રેસને 5, શિવસેના (શિંદે જુથ)ને 3 તો શિવસેના (UBT)ને 10 સીટ તો NCP(SCP)ને 5 સીટ મળે તેવી સંભાવના છે. હરિયાણામાં ભાજપને 9 તો કોંગ્રેસ 1 સીટ મળી શકે છે. કર્ણાટકમાં ભાજપને 20, કોંગ્રેસને 5, JDSને 3 સીટ મળી શકે છે.
આ પણ જુઓ: Fact check: શું સર્વેમાં INDI ગઠબંધનને 10 રાજ્યોમાં લીડ મળી? જાણો વાયરલ દાવાની હકીકત