પશ્ચિમ બંગાળમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, ઘણા લોકો થયાં ઘાયલ
- મુર્શિદાબાદમાં શોભાયાત્રામાં છત પરથી પથ્થરો ફેંકાયા, અરાજકતાનો માહોલ સર્જાયો
મુર્શિદાબાદ, 18 એપ્રિલ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બુધવારે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો તેમજ અથડામણ પણ થયું હોવાનના અહેવાલો છે. જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે શક્તિપુર વિસ્તારમાં બની હતી. અહીં રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, લોકો તેમના ધાબા પરથી યાત્રા પર પથ્થરમારો કરી રહ્યા છે.
STORY | Blast in Ram Navami rally in Bengal’s Murshidabad; one injured
READ: https://t.co/MW2KVbAtjZ
VIDEO: pic.twitter.com/fKQjyqxAng
— Press Trust of India (@PTI_News) April 18, 2024
હિંસક ઘટનાને કારણે તણાવ વધતો જોઈને પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિ કાબૂમાં છે અને વધારાના દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. ઘાયલ લોકોને બહેરામપુરની મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ભાજપના બંગાળ એકમે આક્ષેપ કર્યો છે કે, “રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી”
Very disturbing video from West Bengal. Looks like, law & order has collapsed completely.
Bomb thrown on Ram Navmi procession in Shaktipur, Murshidabad.pic.twitter.com/x3PKm4dQbT
— Incognito (@Incognito_qfs) April 17, 2024
Ram Navami procession attacked in Murshidabad, West Bengal:
1) Stones pelted from terrace of building.
2) Blast occurred at Ram Navami rally in Saktipur area. One woman injured & admitted in hospital.
Police is investigating whether blast was due to a bomb or some other reason pic.twitter.com/8C2p9WVQ2x
— Anshul Saxena (@AskAnshul) April 17, 2024
અધીર રંજન ચૌધરીએ મુલાકાત લીધી હતી
પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું, “રામ નવમી પર શોભાયાત્રા કાઢવા માટે વહીવટી પરવાનગી લેવામાં આવી હતી, પરંતુ મુર્શિદાબાદના શક્તિપુર, બેલડાંગા – II બ્લોકમાં બદમાશોએ શોભાયાત્રા પર હુમલો કર્યો. વિચિત્ર વાત એ છે કે, આ વખતે મમતા પોલીસ પણ ભયંકર હુમલોમાં બદમાશો સાથે જોડાયેલી હતી. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસે ટીયર ગેસ છોડ્યું જેથી શોભયાત્રા અચાનક સમાપ્ત થઈ ગઈ, રામ ભક્તો પર શેલ છોડવામાં આવ્યા.”
બહેરામપુરના સાંસદ અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે સાંજે વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, “હું અથડામણમાં ઘાયલ થયેલા લોકોને જોવા માટે માલદા આવ્યો હતો. પરંતુ ભાજપના કાર્યકરોએ એવો દાવો કર્યો કે હિન્દુઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને મારી પાસેથી જવાબ માંગ્યો. વિરોધ કરનારાઓને સજા મળવી જોઈએ. હુલ્લડો એક યોજના મુજબ ભડકાવવામાં આવી રહ્યો છે અને ભાજપનો વિરોધ આ વાત સાબિત કરે છે. મેં ચૂંટણી પંચ સાથે વાત કરી છે. શક્તિપુરમાં વધારાના દળો મોકલવામાં આવ્યા છે અને SP ઘટનાસ્થળ પર છે.”
CMએ તોફાનો ફાટી નીકળવાની આપી હતી ચેતવણી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુર્શિદાબાદમાં રામ નવમી પર રમખાણો ફાટી નીકળવાની ચેતવણી આપ્યાના થોડા દિવસો બાદ આ ઘટના બની છે. ચૂંટણી પંચે જિલ્લામાં હિંસા અને અધિકારીના કથિત “નિરીક્ષણના અભાવ” અંગે મુર્શિદાબાદના નાયબ પોલીસ મહાનિરીક્ષકને હટાવ્યા પછી તેમની ટિપ્પણીઓ આવી છે. સીએમ મમતાએ સોમવારે કહ્યું હતું કે “આજે પણ મુર્શિદાબાદના ડીઆઈજીને માત્ર ભાજપના નિર્દેશ પર જ બદલવામાં આવ્યા હતા. હવે જો મુર્શિદાબાદ અને માલદામાં રમખાણો થશે તો તેની જવાબદારી ચૂંટણી પંચની રહેશે. તોફાનો અને હિંસા ભડકાવવા બદલ ભાજપ પોલીસ અધિકારીઓને બદલવા માંગતી હતી. જો હવે કોઈ હુલ્લડ થાય તો ECI જવાબદાર રહેશે કારણ કે તેઓ અહીં કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખે છે.”
આ પણ જુઓ: હિંદૂ નવા વર્ષની પહેલી કામદા એકાદશીએ ભગવાન વિષ્ણુને આ રીતે કરો પ્રસન્ન