IPL-2024અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

GT vs DC: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

અમદાવાદ, 17 એપ્રિલ: IPL 2024ની 32મી મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમો સામ સામે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ(c), રિદ્ધિમાન સાહા(w), સાઈ સુધરસન, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, સ્પેન્સર જોનસન, સંદીપ વોરિયર

દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન: પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેકગર્ક, ટ્રિસ્ટન સ્ટબ્સ, શાઈ હોપ, રિષભ પંત(w/c), અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, ખલીલ અહેમદ

IPL 2024માં શું છે સ્થિતિ?

IPLની આ સિઝનમાં દિલ્હી 6માંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ 6માંથી 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.

પીચ રિપોર્ટ

આ સિઝનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. અહીંની પીચ પ્રથમ બે મેચમાં સ્કોર માપનો રહ્યો હતો પરંચુ ત્રીજી મેચમાં સારો સ્કોર બન્યો હતો. ત્રીજી મેચમાં 40 ઓવરમાં કુલ 399 રન બનાવ્યા હતા. ગુજરાત અને દિલ્હી વચ્ચે રમાઈ રહેલી આજની મેચમાં પીચ બેટ્સમેનો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. જોકે, સ્પિનરોને અહીં મદદ મળી શકે છે. આ સિવાય કટર અને સ્લોઅર પર સારી કમાન્ડ ધરાવતા ફાસ્ટ બોલરોને પણ આ પીચની મદદ મળી શકે છે.

આ પણ વાંચો: શ્રેયસ અય્યરને બેવડો ફટકો, રાજસ્થાન સામે હાર બાદ BCCIએ ફટકાર્યો આટલા લાખનો દંડ

Back to top button