ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ધોમધખતા ઉનાળામાં હીટ વેવથી કેવી રીતે બચશો?

  • આ વર્ષે અત્યારથી જ એવી ચેતવણી જારી કરવામાં આવી છે કે મેમાં અત્યાર સુધીના વર્ષોમાં નહીં પડી હોય તેવી ગરમી પડશે. આવા સંજોગોમાં તમે હીટ વેવથી ખુદને કેવી રીતે બચાવશો?

ભારત સરકારે હીટ વેવ આવતા પહેલા જ ચેતવણી આપી છે કે ચેતી જાવ નહીં તો હીટ વેવની ઝપટમાં આવી જશો. હવામાન વિભાગ (India Meteorological Department) દર વર્ષે હીટ વેવ આવતા પહેલા એલર્ટ જારી કરે છે, જે નોર્થ ઈન્ડિયન્સની જિંદગીમાં આફત બનીને આવે છે. આ વખતે તો એપ્રિલ મહિનાથી જ એટલી ગરમી પડી રહી છે, જે વિશે કોઈએ વિચાર્યુ નહીં હોય. આ વર્ષે અત્યારથી જ એવી ચેતવણી જારી કરવામાં આવી છે કે મેમાં અત્યાર સુધીના વર્ષોમાં નહીં પડી હોય તેવી ગરમી પડશે. આવા સંજોગોમાં તમે હીટ વેવથી ખુદને કેવી રીતે બચાવશો?

વડાપ્રધાન કરી ચૂક્યા છે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલે ભારતીય હવામાન વિભાગ સાથે હીટ વેવને લઈને ખાસ બેઠક કરી હતી. IMDએ જારી એલર્ટમાં કહ્યું છે કે આગામી ત્રણ મહિનામાં 10-20 દિવસ સુધી ગરમીનું મોજું જોવા મળી શકે છે. હીટ વેવ એકથી લઈને ત્રણ દિવસ સુધી ચાલે છે. ગરમીની લહેર દેશની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે કારણ કે આ સમયગાળા દરમિયાન પાકને ભારે નુકસાન થાય છે. વ્યક્તિને આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓ પણ થાય છે.

શું છે હીટ વેવ?

WHO અનુસાર, જ્યારે કોઈ વિસ્તારમાં સતત બે દિવસ સામાન્ય તાપમાન કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાન હોય, તેવી સ્થિતિને હીટ વેવ કહેવામાં આવે છે. જો હવાનું તાપમાન સામાન્ય કરતા 6.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હોય, તો તેને ખતરનાક હીટ વેવની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આ સમય દરમિયાન ગરમ હવા શરીરને પરેશાન કરવા લાગે છે.

ધોમધખતા ઉનાળામાં હીટ વેવથી ખુદને કેવી રીતે બચાવશો? hum dekhenge news
હીટ વેવથી જાતને કેવી રીતે બચાવશો?

  • હીટ વેવથી બચવા માટે ખૂબ પાણી પીવો. શરીરમાં પાણીની કમી ન થવા દો. કોશિશ કરો કે દિવસમાં ત્રણ લિટર પાણી પીવો. ફળ-જ્યૂસ અને લીલા શાકભાજીનું ખૂબ સેવન કરો.
  • ખૂબ જ ફ્રૂટ્સ ખાવ. જેટલા વધુ ફળ ખાશો, તમારું મેટાબોલિઝમ એટલું જ વધુ સ્ટ્રોંગ થશે.
  • રોજ એક્સર્સાઈઝ કરો. કોશિશ કરો કે ઈનડોર એક્સર્સાઈઝ કે યોગ કરો. જો તમને સવારે એક્સર્સાઈઝ કરવી ગમતી હોય તો નવ વાગ્યા પહેલા કરો.
  • કેફીનનું સેવન ખૂબ ઓછું કરો અને આલ્કોહોલનું સેવન ન કરો. આ પદાર્થો તમારા શરીરની ગરમી ખૂબ જ વધારી દેશે.
  • દિવસના સમયે રૂમને ઠંડો રાખવા માટે ડાર્ક કલરના પરદા પસંદ કરો અને બારીઓ બંધ રાખો, તેનાથી રૂમ ગરમ નહીં થાય.
  • ઘરના બાળકો અને વડીલો તેમજ પેટ્સને સાંજ પછી જ ઘરની બહાર જવા દો. તડકામાં તેમને બહાર ન લઈ જાવ.
  • ઓફિસ, સ્કૂલ કે તમે કોઈ અન્ય કામથી બહાર નીકળ્યા હો તો બેગમાં પાણીની બોટલ રાખો, જમવાની વસ્તુઓ, છત્રી, ટોપી, સનગ્લાસ જરૂર રાખો.

આ પણ વાંચોઃ રામનવમીના પર્વે CM યોગીએ ગોરખનાથ મંદિરમાં કર્યું કન્યા પૂજન

Back to top button