બનાસકાંઠા : ફોર્મ ભરતા પહેલા ભાજપના ઉમેદવારની સભામાં નેતાઓએ કોંગ્રેસ ઉપર કર્યા આકરા પ્રહાર
બનાસકાંઠા 16એપ્રિલ 2024 : બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ આજે પોતાની ઉમેદવારી નોંધાવતા પહેલા પાલનપુરમાં જંગી સભાને સંબોધી હતી જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ,ગુજરાતના મંત્રી બળવંતસિંહ રાજપૂત ,અલ્પેશ ઠાકોર સહિત અનેક ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ભાજપના ઉમેદવાર અને નેતાઓએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને રેખાબેનને વોટ આપવા અપીલ કરી હતી.
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરી રહ્યા છે, ત્યારે આજે બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૉધરી પાલનપુરના કંથેરિયા હનુમાનજીના દર્શન કરી પાલનપુરના ચડોતર નજીક સભા સ્થળે પહોંચ્યા હતા જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ગુજરાતના મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ,સાંસદ પરબત પટેલ સહિત ભાજપના અનેક નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા
જ્યાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ગેનીબેન ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે આખા દેશમાં બે વિચારધારાની લડાઈ ચાલી રહી છે એક જાતિવાદની અને એક રાષ્ટ્ર વાદની..લોકસભાની ચૂંટણીમાં દેશમાં બે પ્રકાર લોકો મત માંગે છે..આખા દેશમાં કોંગ્રેસના ઉમેદવારો આંસુ પાડીને મત માંગે છે..રોઈને માંગે છે..તો બીજી બાજુ જેને કરોડો લોકોના આંસુ લુસ્યા છે તેવા નરેન્દ્રભાઈ મોદી માટે મત માંગે છે..બનાસના લોકો આંસુ પાડે એના માટે નહી પણ આંસુ લુસે તેના માટે મથી રહ્યા છે..
તો બીજી તરફ ભાજપના નેતા અને ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે સભાને સંબોધન કરતા કહ્યું હતું કે આ ચૂંટણી જાતી ધર્મની નથી આ ચૂંટણી રાષ્ટ્રવાદની છે ,2010 પહેલા દેશની શુ હાલત હતી તે યાદ કરવુ પડે ,રોજ પેપરમા સમાચાર મળે ને કરોડોના કૌભાંડ થાય જે લોકો બનાસના વિકાસને વાગોળી રહ્યા છે તેમને કહુ છુ શુ કર્યુ હતુ કોંગ્રેસની સરકારે,પહેલા વિજળી રહેતી નહતી. 24 કલાક વિજળી ભાજપે આપી છે
View this post on Instagram
કોંગ્રેસ રેખાબેનને ટારગેટ કરે છે ડેરી અને બેન્કની વાતો કરે છે ,હું પુછવા માગુ છુ કે ડેરીએઅને બેન્કએ તમારૂ શુ બગાડ્યુ છે, ડેરીમા લોકોને નોકરી મળે છે રોજગારી વધી છે ,ખોટી વાતો કરીને કોંગ્રેસ લોકોને ભ્રમીત કરે છે,વડાપ્રધાન સાચા અર્થમા દેશની તીજોરીના ચોકિદાર બન્યા છે ,ગઈ કાલે કોંગ્રેસમા જોયુ તમામ લોકો માત્ર એક જ વાત અને એકજ વ્યક્તિની વાત કરતા હતા ,એમને પુછો તો ખરા તમે જીતશો તો કરશો શુ ,એ લોકો કહે છે કે ગલબાભાઈનું ઋણ ચૂકવવું હોય તો રેખાબેનને ડેરીના ચેરમેન બનાવી દો પણ અમારે રેખાબેનને સંસદ બનાવવા છે અને જરૂર પડશે તો ડેરીના ચેરમેન પણ બનાવશું..
એ લોકો કહે છે કે અમને રામ મંદિર સિવાય કોઈ મુદ્દો નથી તો તમે 500 વર્ષ સુધી ક્યાં ગયા હતા, તમને રામ મંદિર બન્યું એ પણ ન ગમ્યું…તમે પ્રાણ પ્રતિષ્ઠામાં ન ગયા એમને રામ નથી ગમતા તો એમને મુકાય,જે લોકો જાતિવાદ થી મારા સમાજને ભડકાવે છે એમને કહીશ કે 7 તારીખે ચૂંટણી પતી જશે પછી ક્યાં જશો..વર્ષો સુધી એમને અમારા સમાજને વિકાસથી વંચિત રાખ્યા એમને રણ બતાવ્યું છે હું દરિયો બતાવીશ,આ ચૂંટણી કોઈ જાતિ ધર્મ કે વ્યક્તિની નથી .આખો દેશ રામમય બન્યો છે તો તમે કેમ પાછળ રહો છો,આ દેશની ચૂંટણી છે રાષ્ટ્રવાદની ચૂંટણી છે,જે લોકો પોતાને APL BPL કહે છે તેમના એફિડેવિટ જોઈ લેવા,ચૂંટણી અમારે લડવાની અને પૈસા તમારે આપવાના આતો કેવું ,આ ચૂંટણી નરેન્દ્રભાઈનું ઋણ અદા કરવાની છે.ઉમેદવાર ગમે તે હોય પણ કમળને જીતાડો એવી વિનતી કરવા આવ્યો છું,નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બનવાના છે એમાં કોઈ શંકા નથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૉધરીએ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે આપ સૌનો હુ ખુબ આભાર માનુ છે ,મોદી સાહેબ અને અમિતશાહનો પણ આભાર માનુ છુ 370 હટાવી અને મોદી સાહેબ થકી જે વિકાસ થઈ રહ્યો છે તેની આ ચૂંટણી છે ,હુ તામારા આરીર્શીવાદ લેવા માટે આવી છુ ,હુ તો માત્ર મોદીજીને જીતાડવા માટેનુ પ્રતિંક છુ ,ભાજપ પાર્ટી અનેક યોજના તમામ લોકો માટે લાભ મળે તે માટે કામ કરી છે ,સેવા મારે સ્વાભાવ છે ગલબા કાકાનુ રૂણ ચુકવાનુ છે ,તેમના થકિ મારા પણ સેવાભાવની શક્તિ છે તે સેવા હુ કરીશુ તેની ખાતરી આપુ છું.
View this post on Instagram
પાલનપુરમાં ભાજપની સભામાં પહોંચેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે,ગુજરાતની હવા સંપુર્ણ દેશમા જવી જોઈએ, માતા બહેનોને મારા પ્રણામ અને વંદન કરૂ છુ ,ગુજરાતીઓ ભાગ્ય શાળી છો વડાપ્રધાનના નેતૃત્વમા ગુજરાત વિકાસ કરી રહ્યુ છે,વડાપ્રધાને કોંગ્રેસને મજબૂર કરી દીધી છે ,નાના દળોસાથે કોંગ્રેસ ગઠબંધન કરવા તૈયાર થઈ ગઈ છે,કોંગ્રેસનો કહેવમા અને કરવામા તફાવત હતો ,ગરીબોની ખેડુતોની વાતો કરતા હતા પણ તેમનો વિકાસ કર્યો નથી ,ગરીબનો ખેડુતો અને વંચીતોનો વિકાસ વડાપ્રધાને કર્યો છે,આપણા દેશની સીમાઓ વડાપ્રધાને સુરક્ષીત કરી છે ,વિશ્વમા ભારતનુ ગૌરવ વધ્યુ છે ,હુ તમને પુછવા માગુ છુ વડાપ્રધાન લોકોને અનાજ આપી રહ્યા છે શુ તૈ જાતિ કે ધર્મ જોઈને અનાજ આપે છે,રેખાનેનને જીતાડી મોદી સાહેબના હાથ મજબૂત કરો..
આ પણ વાંચો : પ્રચંડ શક્તિપ્રદર્શન સાથે ઉમેદવારોએ ફોર્મ ભર્યાંઃ કોંગ્રસના ગેનીબેન ભીડ જોઈને રડી પડ્યાં