- મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ
- ગુજરાતમાંથી ટોપ 100 માં 3એ સ્થાન મેળવ્યું
- 31માં રેન્ક સાથે વિષ્ણુ શશિ થરુર સૌથી આગળ
ગુજરાત, 16એપ્રિલ : દેશમાં UPSCની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે.2023માં સપ્ટેમ્બરમાં લેવાયેલી મેઇન્સના પરિણામમાં ગુજરાતના અનેક ઉમેદવારોએ બાજી મારી છે. દર વખતે ગુજરાતીઓ માત્ર બિઝનેસ કરી જાણે છે તેવા આક્ષેપો થતા હોય છે. ગુજરાતનું યુવાધન હવે UPSCમાં પણ મેદાન મારવા મક્કમ મન સાથે આગળ વધી રહ્યું છે. આ વર્ષે જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતના કુલ 25 જેટલા ઉમેદવારોએ સફળતા હાંસલ કરી છે. દર વર્ષે UPSCની પરિક્ષામાં ઉત્તીર્ણ થતા ઉમેદવારોમાં ક્રમશ: વધારો જોવા મળી રહ્યો છે.
ટોપ 100 માં ગુજરાતના ત્રણ
ગુજરાતમાંથી સફળ થયેલા કુલ 25માથી ટોપ 100માં ત્રણ લોકોએ સ્થાન મેળવ્યું છે. જેમાં 31મા રેન્ક સાથે વિષ્ણુ શશિ કુમાર, 43મા રેન્ક સાથે ઠાકુર અંજલિ અજય અને 62માં રેન્ક સાથે અતુલ ત્યાગીએ સફળતા પ્રાપ્ત કરી છે. આ વખતે લખનઉના આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે ઓડીશાના અનિમેષ પ્રધાને બીજો રેન્ક પ્રાપ્ત કર્યો છે.અને ત્રીજા ક્રમાંકે તેલંગાણાની ડોનુરુ અનન્યા રેડ્ડી રહી છે. UPSCના મેરિટ લિસ્ટમાં કુલ 1016 ઉમેદાવારોને ઇન્ટરવ્યુ માટે પસંદ કરાયા છે.જેમાંથી 180ને IAS માટે,200ને IPSમાટે,37ને IFS માટે,જ્યારે બાકીનાને અલગ-અલગ સેન્ટ્રલ સર્વિસીસ માટે ગ્રુપ A અને ગ્રુપ B હેઠળ પસંદ કરાયા છે. આમ હવે ગુજરાત પણ દેશને હવે બ્યુરોક્રેટસ આપવાના મામલે ધીમે પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં યુવાનોને સ્પીપા કરે છેતૈયાર
આ 25 ગુજરાતી થયા ઉત્તીર્ણ
ક્રમ ઉત્તીર્ણ ઉમેદવાર – રેન્ક
- વિષ્ણુ શશિ કુમાર- 31
- ઠાકુર અંજલિ અજય- 43
- અતુલ ત્યાગી -62
- પટેલ મિતુલ કુમાર અશ્વિનભાઈ -139
- રમેશચંદ્ર વર્માં -150
- પટેલ અનિકેત કમલેશભાઈ- 183
- ઝા સમીક્ષા સત્યેન્દ્ર -362
- પટેલ હર્ષ રાજેશ કુમાર- 392
- ચંદ્રેશ શાંકલા -432
- કરણકુમાર પન્ના- 486
- પટોળિયા રાજ -488
- દેસાઈ જૈનિલ -490
- કંચન માનસિંહ ગોહિલ- 506
- સ્મિત નવનીત પટેલ -562
- અમરાની આદિત્ય સંજય- 702
- દીપ રાજેશ પટેલ -776
- નીતિશ કુમાર -797
- ઘાંચી ગઝાલા -825
- અક્ષય દિલીપ લંબે- 908
- કિશન કુમાર જાદવ -923
- પાર્થ યોગેશ ચાવડા -932
- પારગી કેયૂર દિનેશભાઈ- 936
- મીણા માનસી આર. -946
- ભોજ કેયૂર મહેશભાઈ- 1005
- ચાવડા આકાશ -1007
આ પણ વાંચો: જાણો UPSC ઉમેદવારોના ફેવરીટ વિકાસ દિવ્યકિર્તી એનિમલ ફિલ્મ પર શું બોલ્યા?