ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

ભારતીયો અંગ્રેજો પાસે કંઈ પણ કરાવી શકે, વીડિયો જોઈ હસવાનું નહીં રોકી શકો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 16 એપ્રિલ: આપણો ભારત એક એવો દેશ છે જ્યાં દર વર્ષે લાખો લોકો મુલાકાત લેવા આવે છે. ભારતની ઐતિહાસિક ઈમારતો ઉપરાંત વિદેશથી આવતા લોકો સ્થાનિક બજારો અને સ્થાનિક સ્થળોની મુલાકાતે પણ જાય છે. એ જ રીતે, એક વિદેશી સ્થાનિક બજારની મુલાકાત લેવા માટે બહાર ગયો જ્યાં તેણે લોકોને સામાન વેચતા જોયા. તે વ્યક્તિ એક દુકાન પાસે પહોંચ્યો જે જોરથી બૂમો પાડી રહ્યો હતો અને લોકોને તેની દુકાને બોલાવી રહ્યો હતો. જ્યારે અંગ્રેજ તે દુકાને પહોંચ્યો ત્યારે દુકાનદારે તેને પોતાની પાસે બોલાવ્યો. આ પછી તેણે તે અંગ્રેજને એવું કામ કરાવ્યું જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. વીડિયો જોયા પછી તમે હસવાનું નહીં રોકી શકો.

અંગ્રેજને આ કયા કામ માટે લગાવી દિધા!

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વીડિયો ડાન્સના હોય છે તો કેટલાક વીડિયોમાં લોકો લડતા જોવા મળે છે. પરંતુ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર એવા વાયરલ થાય છે કે જેને જોયા પછી આપણે હસવાનું રોકી શકતા નથી. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક અંગ્રેજ એક દુકાન પર જાય છે અને જોવે છે કે દુકાનદાર ખૂબ જોરથી બુમો પાડીને લોકોને તેની લારી પર બોલાવીને સામાન વેચી રહ્યો છે. અંગ્રેજને જોયા પછી, તે તેને પોતાની જોડે બોલાવે છે અને લોકોને 150 માં બે કહીને બોલાવવાનું શરૂ કરે છે. આ જોઈને અંગ્રેજ પણ તેનું પુનરાવર્તન કરે છે અને ‘150-150’ કહેવા માંડે છે. પરંતુ દુકાનદાર તેને થોડા જ વારમાં સંપૂર્ણ શીખવી દે છે અને પછી અંગ્રેજ હાથમાં કપડાં લઈને ‘150 મેં દો, 150 મેં દો’ બૂમો પાડવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

આ વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર @VishalMalvi_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- ગુજરાતીઓ કંઈ પણ કરી શકે છે. અન્ય યુઝરે લખ્યું- ગુજરાતી માણસ ધંધો કરી પણ લે છે અને કરાવી પણ લે છે. ત્રીજા યુઝરે લખ્યું- આ માત્ર ગુજરાતમાં જ થઈ શકે છે.

આ પણ વાંચો: ડિજિટલ વિવાહ: વરરાજાએ વીડિયો કોલના માધ્યમથી કન્યાની માંગ ભરી

Back to top button