ભીંડાનું પાણી પીવાથી હેલ્થને થશે ગજબના ફાયદા, ક્યારેય નથી સાંભળ્યું? તો વાંચો
- વજન ઘટાડવા માટે ભીંડાનું પાણી ફાયદાકારક હોઈ શકે છે. ભીંડામાં વિટામીન સી, બી, ફોલિક એસિડ, ફાઈબર વગેરે હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.
ભીંડા એક એવું શાક છે જેને દરેક ઉંમરના લોકો ખાવાનું પસંદ કરે છે. તેને લોકો અલગ અલગ રીતે બનાવે છે. ટેસ્ટી હોવાની સાથે ભીંડા હેલ્ધી પણ છે. કેટલાક એક્સપર્ટ્સ કહે છે કે ભીંડાનું પાણી પીવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. જાણો ભીંડાનું પાણી પીવાના ફાયદા, તેને બનાવવાની રીત અને પીવાનો યોગ્ય સમય.
વજન ઘટાડવામાં ફાયદાકારક
વજન ઘટાડવા માટે ભીંડાનું પાણી ફાયદાકારક હોઈ શકે છે. ભીંડામાં વિટામીન સી, બી, ફોલિક એસિડ, ફાઈબર વગેરે હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તે તમારી ભૂખને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત આ ડ્રિંક તમને હાઈડ્રેટેડ રાખવાની સાથે મેટાબોલિઝમને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરે છે.
ડાયાબિટીસ માટે પીવો આ પાણી
ભીંડા સોલ્યુબલ ફાઈબર અને ઈનસોલ્યુબલ ફાઈબરનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે. તે ખાવાથી કાર્બોહાઈડ્રેટનું અવશોષણ પણ ધીમું થાય છે.
ઈમ્યુનિટી માટે ભીંડાનું પાણી બેસ્ટ
ભીંડા ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તે યૌગિક શરીરમાં ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન સામે એક્ટિવ રીતે કામ કરે છે, જેના કારણે ઈમ્યુન હેલ્થને પ્રોત્સાહન મળે છે.
હ્રદયના આરોગ્ય માટે બેસ્ટ છે આ પાણી
અભ્યાસોમાં સાબિત થયું છે કે ભીંડામાં એવા તત્વો સામેલ છે જે લોહીમાં કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે આરોગ્ય સંબંધિત સમસ્યાઓના જોખમને ઘટાડે છે.
કેવી રીતે બનાવશો ભીંડાનું પાણી
તેને બનાવવા માટે ફ્રેશ ભીંડા કાપી લો, પછી તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે આ ભીંડાને નિચોવી લો અને સ્લાઈમને પાણીમાં ભેળવી દો. હવે આ પાણી પીવો.
આ પાણી પીવાનો સૌથી સારો સમય
વજન ઘટાડવું હોય અને પાચનને યોગ્ય રાખવું હોય તો સવારે અથવા તો જમતા પહેલા આ પાણી પીવો. ભીંડાના પાણીનું સેવન ગમે તે સમયે કરી શકાય છે. સવારે ખાલી પેટે આ પાણી પી શકાય છે.
આ પણ વાંચોઃ અત્યંત શાંત વાતાવરણમાં ફરવાનો લ્હાવો લેવો હોય, તો આ હિલસ્ટેશન છે બેસ્ટ