ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુપીએસસી 2023 CSEનું જાહેર થયું પરિણામ, આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટોપ

Text To Speech
  •  સપ્ટેમ્બર 2023માં લેવાઈ હતી પરીક્ષા
  • કુલ 1016 ઉમેદવારોનું થયું સિલેકશન
  • ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર થયું પરિણામ

નવી દિલ્હી, 16 એપ્રિલ:  દેશની સૌથી અઘરી ગણાતી પરિક્ષાનું આજે મંગળવારે અધિકૃત વેબસાઈટ પર યુપીએસસી 2023 CSEનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે કુલ 1,016 ઉમેદવારોને અપોઇન્ટમેન્ટ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે આદિત્ય શ્રીવાસ્તવે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટોપ

સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) સિવિલ સર્વિસ 2023નું પરિણામ જાહરે કર્યું છે. કુલ 1016 ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે સિલેક્ટ થયા છે. જેમાં પ્રથમ ત્રણ ટોપર તરીકે આદીત્ય શ્રીવાસ્તવ રેન્ક 1, અનિમેશ પ્રધાન રેન્ક 2 અને ડોનુરુ અનન્યા રેડ્ડી રેન્ક 3 પ્રાપ્ત કર્યો છે. જ્યારે 355 જેટલા ઉમેદવારોનું પરિણામ હજુ સ્પષ્ટ થયું  નથી.

સપ્ટેમ્બરમાં લેવાઈ હતી લેખિત પરિક્ષા

અઘિકૃત સાઈટ પર સફળ થયેલા ઉમેદવારોના નામ અને રોલ નંબર સાથેનું મેરીટ લિસ્ટ બહાર પડાયું છે. સપ્ટેમ્બર 2023માં લેવાઈ ગયેલી લેખિત પરિક્ષાનું પરિણામ જાહેર થતાં સફળ ઉમેદવારોનું ઈન્ટરવ્યું જાન્યુઆરી થી એપ્રિલ 2024માં લેવાશે. આ મેરિટ લિસ્ટમાં આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને સેન્ટ્રલ સર્વિસીસ ગ્રુપ A અને ગ્રુપ B ની સર્વિસ માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ રહ્યા ટોપ ટેન રેન્કર્સ

  1. આદિત્ય શ્રીવાસ્તવ
  2. અનિમેશ પ્રધાન
  3. દોનુરુ અનન્યા રેડ્ડી
  4. પી કે સિદ્ધાર્થ રામ કુમાર
  5. રુહાની
  6. સૃષ્ટિ ડબાસ
  7. અનમોલ રાઠોડ
  8. આશીષ કુમાર
  9. નૌશીન
  10. એશ્વર્યમ પ્રજાપતિ

પરિણામ જોવા માટે

પરિણામ જોવા માટે અધિકૃત વેબસાઈટ upsc.gov.in પર ચેક કરો. હોમ પેજ પર જઈન CSE 2023 ફાઈનલ રિઝલ્ટની લિંક પર ક્લિક કરો. રોલ નંબરથી રિજલ્ટ ચેક કરો.

આ પણ વાંચો: ગુજરાતમાંથી એજ્યુકેશન લોન લઇ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર

Back to top button