ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવિશેષ

મળો ગુજરાતના ભાવેશ ભંડારીને, સંન્યાસી બનવા માટે દાન કરી 200 કરોડની સંપત્તિ

Text To Speech
  • સંન્યાસી બનવા કરશે સંપત્તિનું દાન
  • પુર્વે સંતાનો પણ લઈ ચુક્યા છે દીક્ષા
  • ગુજરાતના હિમ્મતનગરના વતની છે ભંડારી દંપતિ

ગુજરાત, 16 એપ્રિલ:  હાલમાં ગુજરાતના કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા ભાવેશ ભંડારીનો વીડિયો સોશિયલ મિડીયામાં  વાયરલ થઈ રહ્યો છે. હકીકત એમ છે કે જૈન ધર્મના અનુયાયી એવા ભાવેશ ભંડારી અને તેમના ધર્મપત્નીએ પોતાની તમામ સંપત્તિને દાન કરીને સંન્યાસી બનવાનો નિર્ણય જાહેર કર્યો છે. સંસારનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવારા ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે. પણ સમાજમાં ખુબ ઓછી જોવા મળતી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન કરવા જઈ રહેલા આ દંપતિ એ આ પ્રકારનું વધું એક ઉદાહરણ પુરુ પાડ્યું છે. જેને વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 

કન્સ્ટ્રક્શનનો વેપાર ધરાવે છે

 ગુજરાતના મુળ હિમ્મતનગરના વતની એવા ભાવેશ ભંડારી એક સમૃદ્ધ પરિવારમાં જન્મ્યા હતા. કન્સ્ટ્રક્શનની સાથે અન્ય વ્યવસાયમાં પણ જોડાયેલા ભાવેશભાઈનું હાલમાં અમદાવાદ ખાતે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. ફેબ્રુઆરીમાં યોજાયેલા એક સમારોહમાં ભંડારી દંપત્તિએ પોતાની 200 કરોડ જેટલી કુલ સંપત્તિ દાન કરીને સંન્યાસી બનવાનો નિર્ણય કર્યો હતો.

સંતાનોથી મેળવી પ્રેરણા

2022માં પોતાના બંને સંતાનોએ દીક્ષા ગ્રહણ કરી હતી જેનાથી પ્રેરાઈને ભંડારી દંપત્તિએ સંયમનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું હતું. આ કપલ 22 એપ્રલે તમામ પ્રકારની ભૌતિકતા તેમજ તમામ સાંસારીક બંધનોનો ત્યાગ કરશે. દીક્ષા ગ્રહણ કરતા પહેલા તેઓએ હિમ્મતનગરમાં શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.

દીક્ષાના આ પાવન પ્રસંગે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના વતન યોજેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. જણાવાય છે કે હિમ્મતનગરના રિવર ફ્રન્ટ પર એક સાથે 35 લોકોને દિક્ષા આપવામાં આવશે જેમાં ભંડારી પરિવાર પણ સામેલ છે.

આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હેનરિક ક્લાસેને લીધો સંન્યાસ

Back to top button