ટ્રેન્ડિંગબિઝનેસમીડિયાયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઈલોન મસ્કે યુઝર્સને આપ્યો ઝટકો, X પર કંઈપણ પોસ્ટ કરવા માટે ચૂકવવા પડશે પૈસા!

  • ઈલોન મસ્ક ટૂંક સમયમાં જ X પર કંઈપણ પોસ્ટ કરવા માટે વપરાશકર્તાઓ પાસેથી ચાર્જ લઈ શકે છે
  • મસ્કે તેમના X હેન્ડલ પરથી એક યુઝરને જવાબ આપીને આ વાતની પુષ્ટિ કરી
  • જો કે, મસ્ક ક્યારે આ ચાર્જ લગાવશે તે હજુ સ્પષ્ટ નથી

HD ન્યૂઝ ડેસ્ક, 16 એપ્રિલ: ઈલોન મસ્ક ફરી એકવાર મોટી તૈયારીઓ કરી રહ્યા છે. X (અગાઉ ટ્વિટર) વપરાશકર્તાઓને હવે કોઈપણ સામગ્રી પોસ્ટ કરવા માટે ચૂકવણી કરવી પડી શકે છે. X, ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કએ કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ સામગ્રી પોસ્ટ કરવા માટે વપરાશકર્તાઓને ચાર્જ લાગવો જોઈએ. આ પહેલા પણ મસ્કે એક મોટો ફેરફાર કર્યો હતો અને વપરાશકર્તાઓને વેરિફાઈડ બેજ એટલે કે X પર બ્લુ ટિક માટે સબસ્ક્રિપ્શન લેવા કહ્યું હતું.

મસ્કે કહ્યું કે અમે ફક્ત નવા વપરાશકર્તાઓને સામગ્રી પોસ્ટ કરવા માટે ચાર્જ લગાવાથી જ બોટ્સ એટલે કે નકલી એકાઉન્ટ્સથી છુટકારો મેળવી શકીએ છીએ. મસ્ક તેમના X હૈન્ડલથી પોસ્ટ કરીને કહ્યું કે વર્તમાન AI ફક્ત નવા વપરાશકર્તાઓને પૂછે છે ‘શું તમે બોટ છો’, જેને બાયપાસ કરવું ખૂબ જ સરળ છે. ટેસ્લાના સીઈઓએ વધુમાં કહ્યું કે નકલી અને બોટ એકાઉન્ટને કારણે ઉપલબ્ધ નેમસ્પેસ પણ ભરાઈ જાય છે, જેના કારણે ઘણા સારા હેન્ડલ રહી જાય છે.

નવા X યુઝર્સને ચૂકવવા પડશે પૈસા!

 

ઈલોન મસ્કએ કહ્યું કે X પર નવા વપરાશકર્તાઓ પાસેથી કોઈપણ સામગ્રી પોસ્ટ કરવા માટે ચાર્જ લાગવો જોઈએ. ફક્ત 3 મહિના પછી તેઓ X પર મફતમાં કંઈક પોસ્ટ કરી શકશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, મસ્કે ન્યૂઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં નવા અનવેરિફાઈડ યુઝર્સ માટે વાર્ષિક $1 ચાર્જ કરવાની જાહેરાત કરી હતી. અગાઉ, મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ મોટી સંખ્યામાં નકલી એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. X પર બોટ્સ અને નકલી એકાઉન્ટ્સ દૂર કર્યા પછી, ઘણા વપરાશકર્તાઓએ ફોલોઅર્સની સંખ્યામાં ભારે ઘટાડો જોયો. મસ્કે જણાવ્યું હતું કે Xમાંથી નકલી અને બોટ એકાઉન્ટને દૂર કરવાનું કામ ચાલુ છે. જો કે, મસ્કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલા નકલી અથવા બોટ વપરાશકર્તાઓ છે તે જાહેર કર્યું નથી.

આ પણ વાંચો: ઈલોન મસ્કના Xનું મોટું પગલું: ભારતમાં 2 લાખથી વધુ ખાતા બંધ, ભૂલથી પણ આ કામ કરતાં નહીં

મફતમાં બ્લુ ટિક મેળવો

ઈલોન મસ્કે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે જે X એકાઉન્ટ ધારકોની પાસે 2,500 વેરિફાઈડ સબ્સ્ક્રાઇબર ફોલોઅર્સ હશે તેઓને પ્રીમિયમ સુવિધાઓ મફતમાં મળશે. જ્યારે 5,000 જેટલા વેરિફાઈડ સબ્સ્ક્રાઇબર ફોલોઅર્સ હશે તેવા X યુઝર્સને પ્રીમિયમ+ ફ્રી મળશે.

વધુ વાંચો: એલોન મસ્કની મોટી જાહેરાત, હવે વિશિષ્ટ X યુઝર્સને ફ્રીમાં મળશે બ્લુ ટિક

Back to top button