કાશીની એક અનોખી પરંપરા જેમાં ગણિકાઓ બળતા અંગારા પર કરે છે નૃત્ય
- 1985થી આ પરંપરાની શરુઆત થઈ
- બળતા અંગારા પર કરે છે ગણિકાઓ નૃત્ય
- નૃત્યની રંગતને જોવા વિદેશી પર્યટકો પણ આવે છે.
વારાણસી, 16 એપ્રિલ: મહાદેવની નગરી એટલે કે કાશીને મોક્ષ નગરી પણ કહેવાય છે. વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિમાંની એક એવી હિંદુ સંસ્કૃતિની ધરોહર સમાન કાશીમાં અનેક પ્રકારની માન્યતાઓ અને પરંપરાઓ પ્રચલિત છે. એવી જ એક અનોખી પરંપરા વિશે જાણીને તમને આશ્ચર્યમ લાગશે. અહીં આવેલા સ્મશાનઘાટમાં એકબાજુ ચિતાઓ બળતી હોય છે ત્યારે બીજી બાજુ ઉત્સવો યોજાતા હોય છે. આમ કાશી એક એવી નગરી છે કે જ્યાં તમને સતત ઉત્વ અને બળતી ચિતાઓ એકસાથે જોવા મળે છે. આખી દુનિયામાં ક્યાંય ન જોવા મળે તેવી પરંપરાઓ અહીં જોવા મળે છે.
મોક્ષની પ્રાપ્તિ માટે કરાય છે નૃત્ય
હાલમાં ચાલી રહેલી ચૈત્ર નવરાત્રિમાં મસાણઘાટ પર બળબળતી ચિતાઓ પર નગરવધુઓ એટલે કે ગણિકાઓ સાતમના દિવસે આખી રાત નાચ કરે છે.લોક માન્યતા મુજબ,મસાણનાથ મહાદેવના ઉત્સવમાં તેઓ પોતાની હાજરી નોંધાવીને નાચ ગાન કરીને મહેફિલ જમાવે છે.જેને જોવા લોકોનો ટોળેટોળા ઉમટી પડે છે. આ પ્રકારની નાચગાનથી તેઓની માન્યતા છે કે આમ કરવાથી તેઓને આગળના જન્મમાં ગણિકાનો અવતારમાંથી મુક્તિ મળશે. આ જ કારણ છે કે વારાણસી અને આસપાસના વિસ્તારોમાંથી ગણિકાઓ ચૈત્રનવરાત્રિની સાતમે અહીં આવીને બળબળથી ચિતાઓની પર નૃ્ત્ય કરે છે.
મંદિરની પ્રતિષ્ઠામાં ગણિકાઓને નિમંત્રણ
મષાણઘાટ પર 1585માં બાબા મશાણનાથ મહાદેવનું મંદિર બનાવાયું હતું. મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનમાં દેશભરમાંથી જાણીતા સંગીતકારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પણ સ્મશાન હોવાના કારણે અહીં કોઈ નહોતું આવ્યું.જે પછી રાજાએ રાજ્યની નગરવધુઓને આમંત્રણ પાઠવ્યું હતું. નગર વધુઓએ આમંત્રણનો સ્વીકાર કરીને ત્યાં નાચગાન કરીને મહાદેવ પ્રત્યે શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો. બસ ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. અહીં જામતી રંગતને માણવા વિદેશી પર્યટકો પણ આવતા હોય છે.
આખી રાત ચાલતા આ ઉત્સવના આયોજક ગુલશન કપુર પ્રમાણે મસાણઘાટમાં આવેલા બાબા મસાણનાથનો શ્રૃંગાર થાય છે અને પછી તંત્રવિધિથી પુજા-અર્ચના થાય છે. આયોજકના કહેવા પ્રમાણે આ પરંપરા રાજા માનસિંહના સમયથી ચાલી રહી છે.
આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિરની થીમ પર રિલીઝ થયો રંગબેરંગી ચાંદીનો સિક્કો, જાણો તેની કિંમત