ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

‘અગ્નવીર’ કે ‘જાતિવીર’ ? વકર્યો વિવાદ, જાણો- શું છે સત્ય ?

Text To Speech

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિપથ યોજનાને લઈને વિવાદ વધ્યો છે. આ યોજના હેઠળ ભરતીમાં જાતિ પ્રમાણપત્ર અને ધર્મ પ્રમાણપત્રની માંગ પર સવાલ ઉઠાવતા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સરકારને ઘેરી છે. આ દરમિયાન સેનાએ પણ એક નિવેદન જારી કરીને આ મુદ્દે પોતાની સ્પષ્ટતા આપી છે. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે અગાઉ પણ તમામ આર્મી ભરતીમાં આવું થતું હતું. ઉમેદવારોએ તેમનું જાતિ પ્રમાણપત્ર અને ધર્મનું પ્રમાણપત્ર આપવાનું હતું. આ માત્ર અગ્નિપથ યોજનાના સંદર્ભમાં જ કરવામાં આવ્યું નથી.

AAP સાંસદ સંજય સિંહે આ યોજનામાં જાતિ પ્રમાણપત્ર માંગવા પર કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટ કરી લખ્યું, ‘મોદી સરકારનો ગરીબ ચહેરો દેશની સામે આવી ગયો છે. શું મોદીજી દલિતો/પછાત/આદિવાસીઓને સેનામાં ભરતી માટે લાયક નથી માનતા ? ભારતના ઈતિહાસમાં પહેલીવાર સેનાની ભરતીમાં જાતિ પૂછવામાં આવી રહી છે. મોદીજી, તમારે ‘અગ્નવીર’ બનાવવા છે કે ‘જાતિવીર’ ?

ભાજપે કર્યો વળતો પ્રહાર

સંજય સિંહની આ ટિપ્પણી બાદ ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. ભાજપના સોશિયલ મીડિયા સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું છે કે-2013માં ભારતીય સેના વતી સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જાતિ, ધર્મ અને ક્ષેત્રના આધારે કોઈ ભરતી કરવામાં આવતી નથી. તેમણે કહ્યું કે સેનાએ એ પણ જાણ કરી હતી કે કોઈપણ રેજિમેન્ટમાં કોઈપણ એક વિસ્તારના વધુ લોકોને રાખવાનું કામ વહીવટી સુવિધા અને કામની જરૂરિયાતને કારણે કરવામાં આવે છે.

Back to top button