નેશનલ

કાશ્મીરના બારામુલામાં એક પુત્રએ તેની માતાને છરીના ઘા મારી કરી હત્યા

Text To Speech
  • પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી
  • હત્યા શા માટે કરી ? તે કારણ હજુ પણ અકબંધ

શ્રીનગર, 15 એપ્રિલ : કાશ્મીરના બારામુલામાં હત્યાનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. એક આધેડ વયના પુત્રએ તેની માતાને છરીના ઘા મારીને હત્યા કરી નાખી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

મળતી માહિતી મુજબ, સોપોરના હડીપોરામાં રહેતી 40 વર્ષીય મહિલાને તેના પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ મહિલાને સોપોરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યા હતા. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસે જણાવ્યું કે આરોપી ડ્રાઈવર છે અને ઘટના બાદ તરત જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીનું નામ આમિર ફારૂક સામે આવ્યું છે. પુત્રએ કયાં કારણસર આ ઘટનાને અંજામ આપ્યો આ વાતનો ખુલાસો પોલીસે હજુ સુધી કર્યો નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે માતા અને પુત્ર વચ્ચે લાંબા સમયથી કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે બંને વચ્ચે બોલાચાલી થતાં પુત્રએ તિક્ષ્ણ હથિયાર વડે માતા પર હુમલો કર્યો હતો. પોલીસનું કહેવું છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Back to top button