ડ્રગ્સ ના વેપાર ને રોકો, નઈ તો ડ્રગ્સના વેપારીઓને ઠોકો : બનાસકાંઠા NSUI
પાલનપુર: બનાસકાંઠા NSUI દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને ગુજરાતમાં વધતા જતા ડ્રગ્સના વ્યાપને અટકાવવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.
છાત્રોએ એસપી ને આવેદનપત્ર આપ્યું
રાજ્યમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સને પોલિસ દ્વારા પકડવામાં આવી રહ્યું છે. જ્યારે હાલના સમયમાં યુવાધનને ડ્રગ્સથી બચાવવાની જરૂર છે. ત્યારે NSUI દ્વારા એક મુહિમ શરુ કરવામાં આવી છે.
ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ રાજ્ય વ્યાપી મુહિમ શરૂ કરવામાં આવેલી છે. જે સંદર્ભે મંગળવારે બનાસકાંઠા NSUI દ્વારા જિલ્લા NSUI ના વિવિધ આગેવાનોને સાથે રાખી પાલનપુર જોરાવર પેલેસ ખાતે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી ડ્રગ્સ વિરુદ્ધ મુહિમ ચલાવી ડ્રગ્સના વેપારીઓને પકડવા માંગ કરવામાં આવી હતી. તે સમયે જિલ્લા NSUI પ્રતિનિધિ હાર્દિકભાઈ પઢીયાર, નરેન્દ્રસિંહ સોલંકી, ભૂપેન્દ્ર માધવી યુવા કોંગ્રેસના હરજીતભાઈ ચૌધરી તેમજ NSUI ના વિપુલ અશલ, અજયભાઈ રોહિત, ભાવેશ ચૌધરી સહિત ના મુખ્ય આગેવાનોએ હાજરી આપી હતી.