ટ્રેન્ડિંગબિઝનેસ

Byjuના CEO અર્જુન મોહને રાજીનામું આપ્યું, કંપની હવે માત્ર ત્રણ ક્ષેત્રો સુધી મર્યાદિત

Text To Speech
  • એજ્યુકેશન ટેક્નોલોજી કંપની થિંક એન્ડ લર્નના CEOએ આપ્યું રાજીનામું
  • રાજીનામા બાદ કંપનીની રોજિંદી કામગીરી બાયજુ રવીન્દ્રન સંભાળશે

દિલ્હી, 15 એપ્રિલ: Edutech કંપની Byjuને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સાત મહિના પહેલા એડટેક ફર્મ બાયજુના સીઈઓ બનેલા અર્જુન મોહને કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ જાણકારી આપતા કહ્યું હતું કે, ‘મોહનના રાજીનામા પછી, કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ બાયજુ રવિન્દ્રન કંપનીના રોજિંદા કામકાજને સંભાળશે.’ રોકડની તંગીવાળી એડટેક કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મોહનને તેની ભારતીય કામગીરીના સીઈઓ તરીકે બઢતી આપી હતી.

કંપની ત્રણ ક્ષેત્રો સુધી મર્યાદિત

રવિન્દ્રએ કહ્યું કે મોહને પડકારજનક સમયમાં કંપનીનું નેતૃત્વ કર્યું. અમે તેમના આભારી છીએ. કંપનીએ હવે તેમનો બિઝનેસ ધ લર્નિંગ એપ, ઓનલાઈન ક્લાસ અને ટ્યુશન સેન્ટર્સ ટેસ્ટ-પ્રેપ સુધી મર્યાદિત રાખ્યો છે. કંપનીએ કહ્યું કે આ દરેક યુનિટનું સંચાલન અલગ-અલગ લોકો કરશે. રવિન્દ્રન અનુસાર આ પુનર્ગઠન બાયજુના 3.0 ની શરૂઆત દર્શાવે છે.

રવિન્દ્રન રોજિંદી કામગીરી સંભાળશે

એજ્યુકેશન ટેક્નોલોજી કંપની થિંક એન્ડ લર્નના સ્થાપક બાયજુ રવીન્દ્રન કંપનીની રોજિંદી કામગીરી સંભાળશે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અર્જુન મોહનના રાજીનામા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. Think & Learn બાયજુની બ્રાન્ડની માલિકી ધરાવે છે. કંપનીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘બાયજુ રવિન્દ્રન કંપનીના રોજબરોજના કામકાજને ચલાવવા માટે વધુ વ્યવહારુ વિચારણાઓ અપનાવશે.’ મોહન હવે બાહ્ય સલાહકારની ભૂમિકા ભજવશે. તે પરિવર્તનના આ તબક્કામાં કંપની અને તેના સ્થાપકોને માર્ગદર્શન આપવા માટે શિક્ષણ તકનીકમાં તેમની કુશળતાનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયેલના તણાવ વચ્ચે ભારતીય શેરબજાર કડકભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો

Back to top button