ગુજરાત: પંપ પર ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલમાં મળ્યુ પાણી, વાહનો બંધ થતા હોબાળો થયો
- નાયરા પેટ્રોલપંપ પર કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ
- પેટ્રોલ તેમજ ડીઝલમાં પેટ્રોલની જગ્યાએ 70% પાણી
- પાટણના દુઘારામપુર ગામના ગ્રામજનોએ વિરોધ કર્યો
પાટણમાં પેટ્રોલ પંપ પર ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલમાં પાણી મીક્ષ કરી આપવામાં આવ્યું હતુ તેથી વાહનો બંધ થતા હોબાળો થયો છે. પાટણમાં ભેળસેળયુક્ત પેટ્રોલને લઈ હોબાળો થયો છે. જેમાં દૂધરામપુરાના નાયરા પેટ્રોલપંપ પર ગ્રામજનોએ હોબાળો કર્યો છે. તેમાં ગ્રાહકોને અપાતા પેટ્રોલ-ડીઝલમાં 70% પાણીનો આક્ષેપ થયો છે. જેમાં મોટીસંખ્યામાં ગ્રામજનોએ પેટ્રોલપંપ પર હોબાળો કર્યો છે. તેમાં ગ્રામજનો ડીઝલ ભરેલા કેરબા લઈ પેટ્રોલપંપ પર પહોંચ્યા હતા. તેમજ પાણીયુક્ત પેટ્રોલ-ડીઝલ અપાતા વાહનો-ટ્રેક્ટરો બંધ થયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી
પેટ્રોલ તેમજ ડીઝલમાં પેટ્રોલની જગ્યાએ 70% પાણી
પેટ્રોલ પમ્પ પર લાઈવ પેટ્રોલમાં પણ પાણી આવી રહ્યું છે. તેથી ગ્રામજનો તેમજ ગ્રાહકો પોતાના વાહનો તેમજ ડીઝલ ભરેલ કેરબા લઈ પેટ્રોલ પમ્પ પર પહોંચ્યા છે. જેમાં પેટ્રોલ તેમજ ડીઝલમાં પેટ્રોલની જગ્યાએ 70% પાણી આવતા લોકોના વાહનો બંધ થતા હાલાકી પડી રહી છે. જેમાં નાયરા પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ તેમજ ડીઝલની જગ્યાએ પાણી અપાય છે તેમ ગ્રાહકો જણાવી રહ્યાં છે.
પાટણના દુઘારામપુર ગામના ગ્રામજનોએ વિરોધ કર્યો
નાયરા પેટ્રોલપંપ પર કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ છે. પાટણના દુઘારામપુર ગામના ગ્રામજનોએ વિરોધ કર્યો છે કે ગ્રાહકોને પેટ્રોલની જગ્યાએ પાણી અપાય છે. દૂઘરામપુરા અને દુનાવાડા વચ્ચે આવેલ નાયરા પેટ્રોલ પમ્પ પર હોબાળો થયો છે. જેમાં નાયરા પેટ્રોલ પમ્પ પર પેટ્રોલમાં ભેળસેળ યુક્ત પેટ્રોલ આવી રહ્યું છે. પેટ્રોલ તેમજ ડીઝલમાં 70%થી વધુ પાણી આવી રહ્યું છે. તેથી પેટ્રોલ તેમજ ડીઝલમાં પાણી આવતા ગ્રામજનો એકત્રિત થયા હતા.