ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ગરમીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી

Text To Speech
  • હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા
  • બનાસકાંઠા, ભરૂચ, સુરતમાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે
  • રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસી વરસાદ પડ્યો

ગુજરાતમાં ગરમીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલથી વાતાવરણ સુક્કું થવા લાગશે જેથી ગરમી વધશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા દક્ષિમ,ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની શક્યતાઓ રહેલી છે.

આ પણ વાંચો:ગુજરાત: પંપ પર ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલમાં મળ્યુ પાણી, વાહનો બંધ થતા હોબાળો થયો

રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસી વરસાદ પડ્યો

ગઇકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસી વરસાદ પડ્યો હતો. દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરહી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું હતુ. જ્યારે એની સાથે જ વિરમગામ શહેર સહિત ગ્રામ્યમાં વાતાવરણ પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વાવાઝોડામાં કમોસમી છાંટા પડ્યા હતા. હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. વિરમગામ માંડલ રોડ પર ભારે પવનથી દુકાનનું બોર્ડ રસ્તા પર ઉડીને પડ્યું હતુ. જોકે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો.

બનાસકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે

રાજ્યમાં ગરમીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિમ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે. આવતીકાલથી વાતાવરણ સુક્કું થવા લાગશે જેથી ગરમી વધશે. ગઈકાલે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.7 ડિગ્રી નોંધાયું હતુ. તેમજ અમદાવાદ 39.0 ડિગ્રી , ગાંધીનગર 36.0 ડિગ્રી તથા ડિસા 37.9 ડિગ્રી, વડોદરા 39.4 ડિગ્રી તેમજ સુરત 35.6 ડિગ્રી, ભુજ 36.4 ડિગ્રી તથા સુરેન્દ્રનગર 40.5 ડિગ્રી, કેશોદ ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી છે.

Back to top button