મુંબઈ, 14 એપ્રિલ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં, મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જવાબમાં ચેન્નાઈએ 207 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
ગાયકવાડ અને શિવમે શાનદાર ફિફ્ટી ફટકારી
ચેન્નાઈની ટીમની શરૂઆત સારી રહી ન હતી. તેઓએ 8 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ઓપનિંગ કરવા આવેલા અજિંક્ય રહાણે 5 રન બનાવીને કેચ આઉટ થયો હતો. પરંતુ તે પછી કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ઇનિંગની જવાબદારી સંભાળી અને 33 બોલમાં ફિફ્ટી ફટકારી. આ પછી શિવમ દુબેએ 28 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
મુંબઈના બોલર ફેલ રહ્યા
ગાયકવાડે મેચમાં 40 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શિવમ દુબેએ 38 બોલમાં અણનમ 66 રન બનાવ્યા હતા. જેના કારણે ચેન્નાઈની ટીમે 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. બીજી તરફ મુંબઈની ટીમનો કોઈ બોલર કોઈ કૌશલ્ય બતાવી શક્યો નહોતો. હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી હતી. જ્યારે ઝડપી બોલર ગેરાલ્ડ કોએત્ઝી અને સ્પિનર શ્રેયસ ગોપાલે 1-1 વિકેટ લીધી હતી.