નેશનલમનોરંજન

સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર શૂટર્સના ફૂટેજ મળ્યા, બીજી ગેંગનું નામ ખુલ્યું

Text To Speech

 

નવી મુંબઈ, 14 એપ્રિલ : બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર રવિવારે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ભારે સુરક્ષા હોવા છતાં સવારે 4.50 વાગ્યે બે અજાણ્યા લોકો અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર આવ્યા અને ફાયરિંગ શરૂ કર્યું હતું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેરી હતી, જેના કારણે હાલ તેમની ઓળખ થઈ શકી નથી.

બંને હુમલાખોરોની તસવીરો સામે આવી

ગોળીબાર કરનારા બંને હુમલાખોરોની તસવીરો સામે આવી છે. હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય એક લાલ ટી-શર્ટમાં જોવા મળે છે. આ તસવીર સીસીટીવી ફૂટેજમાંથી મેળવવામાં આવી છે. આ તસવીરના આધારે બંનેની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. પોલીસ બંનેને શોધવામાં વ્યસ્ત છે. સેન્ટ્રલ એજન્સીઓને શૂટરો અંગે મહત્વની કડીઓ મળી છે.

કુખ્યાત ગુનેગાર રોહિત ગોદારાનું નામ પણ સામે આવ્યું

મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસ બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયેલા ફાયરિંગની તપાસ કરી રહી છે. તે વિસ્તારમાં હાજર તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની 15 ટીમો બનાવવામાં આવી છે, જે દરેક એંગલથી આ કેસની તપાસમાં વ્યસ્ત છે. દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. જે બાઇક પર શૂટરો આવ્યા હતા તે બાઇક પોલીસે કબજે કરી લીધી છે. ફોરેન્સિક ટીમ પોલીસે મેળવેલી બાઇકની તપાસ કરી રહી છે. આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બાદ હવે કુખ્યાત ગુનેગાર રોહિત ગોદારાનું નામ પણ સામે આવ્યું છે.

 

Back to top button