અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદઃ ચૂંટણીને લઈને પોલીસ એકશનમાં; આચારસંહિતા જાહેર થયા બાદ નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવાની શરૂઆત, અત્યાર સુધી 74 પકડાયા

14 માર્ચ અમદાવાદ: દેશભરમાં ચૂંટણીની જાહેર થયા બાદ અમદાવાદ શહેર પોલીસે અલગ અલગ ટીમ બનાવીને વિવિધ ગુનામાં વર્ષોથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવાની શરૂઆત કરી હતી. જેમાં 30 વર્ષથી વધુથી લઈને એક વર્ષ પહેલાથી પોલીસને ચકમો આપતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં 18 ટીમ દ્વારા કામ કરવામાં આવશે અને હાલ શહેરમાં ગુનેગારો સામે અટકાયતી પગલા અને પાસા હેઠળની કામગીરી ચાલી રહી છે, તેની સાથે હથિયારો સંદર્ભે પણ પોલીસ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 4000થી વધુ લોકોએ પોતાના હથિયાર જમા કરાવ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં દારૂનો પણ એટલો મોટો જથ્થો અત્યાર સુધી પકડાઈ ચૂક્યો છે.

 

અત્યાર સુધી 74 પકડાયા, બીજી 18 ટીમો બનાવાઇ
અમદાવાદનાં કમાન એન્ડ કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે પ્રેસને સંબોધન કરતા તેમજ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને પોલીસ દ્વારા લેવામાં આવેલા અટકાયતી પગલાં અને વોરંટની કામગીરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર હથિયારો, પ્રોહિબિશન, શરીર સંબંધી ગુના, ચૂંટણી સંબંધી ગુના, મિલકત વિરુદ્ધ ગુના જેવા વિવિધ ગુનાના નાસતા ફરતા આરોપી પકડવા માટે ડ્રાઈવ ता.16/03/2024 थी ता. 13/04/2024 સુધી રાખવામાં આવેલ જેમાં કુલ 71 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ ડ્રાઈવ પુર્ણ થયા બાદ અન્ય 3 આરોપી પકડાયેલ છે. તથા તા.13/04/2024 થી તા.23/04/2024 સુધી બીજી 18 ટીમો બનાવી ફરીથી આ કામગીરી કરવામાં આવનાર છે.

5134 લાયસન્સ ધરાવતા પૈકી 4002 હથિયાર જમા લેવાયા
ડીસીપીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં FST/SST સિવાય 84 જેટલી ચેક-પોસ્ટ ઊભી કરવામાં આવેલ છે. જે ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવતા ચેકિંગ દરમિયાન દેશી દારૂ 12,718 લિટર જેની કિંમત ३.2,54,360 तथा IMFL 17, 850 લોટ્સ 4 ની કિંમત રૂ.35,27,165 અને રૂ.78,220 રોકડા જપ્ત કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર હથિયારના કુલ 3 કેસ કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ શહેરમાં લાયસન્સ ધરાવતા હથિયારો જમા લેવાની કાર્યવાહી ચાલુમાં છે. જે અન્વયે શહેરના કુલ 5134 લાયસન્સ ધરાવતા હથિયારો પૈકી 4002 હથિયાર જમા લેવામાં આવેલ છે. 1018 હથિયારોને મુક્તિ આપવામાં આવેલ છે અને કુલ 19 હથિયારો જમા લેવાના બાકી છે.

8401 જેટલા નોન બેલેબલ પૈકી 5469 વોરંટની બજવણી
અટકાયતી પગલા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે CRPCની અલગ અલગ જોગવાઈ હેઠળ આજદિન સુધી કુલ 17,443 અટકાયતી કેસોમાં કુલ 17469 વ્યક્તિઓ વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલ છે. તેમજ પ્રોહિબિશન 93, 1476, પાસા 94, તથા તડીપાર 7, તેમજ વોરંટની કામગીરી અંગે માહિતી આપી હતી કે તા.16/03/2024 થી તા.13/04/2024 સુધી કુલ 8401 જેટલા નોન બેલેબલ વોરંટ પૈકી 5469 વોરંટની બજવણી કરવામાં આવેલ છે.

Back to top button