મનોરંજનવિશેષ

ફિલ્મ ‘ધ ગોટ ઓફ લાઈફ’ માં ગોટના વિવાદમાં પૃથ્વીરાજની સ્પષ્ટતા

  • ડિરેક્ટર બ્લેસીએ ડિરેક્ટ કરી છે આ ફિલ્મ
  • બકરીઓ સાથેના સીન માટે થયો વિવાદ
  • પૃથ્વીરાજે સુકુમારને કરી આ મામલે સ્પ્ષ્ટતા

HDNEWS,14 એપ્રિલ: સાઉથની ફિલ્મ ‘ ધ ગોટ ઓફ લાઈફ’ માં બકરીઓ સાથેના સીન પર વિવાદ થતા ફિલ્મના અભિનેતા પૃથ્વીરાજ સુકુમારને આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે ફિલ્મમાં બકરીઓ સાથે કોઈ ખોટા સીન શૂટ નથી કરાયા. ધ ગોટ ઓફ લાઈફ ફિલ્મનિર્માતા બ્લેસી દ્રારા ડીરેક્ટ કરવામાં આવી છે જેમાં પૃથ્વીરાજ સુકુમારને લીડ એક્ટર તરીકે ભુમિકા નિભાવી છે. હાલમાં જ રિલીઝ થયેલી બડે મિયાં છોટે મિયાં ફિલ્મમાં વિલન બનેલા પૃથ્વીરાજ સુકુમારને આ ફિલ્મના કારણે ચર્ચામાં આવ્યો હતો કારણ કે આ ફિલ્મમાં બકરી સાથેના સીનને લઈને વિવાદ ઉભો થયો હતો. જેના વિશે અભિનેતાએ ખુલીને વાત કરી હતી.

એક્ટરની સીન મામલે સ્પષ્ટતા

વર્ષ 208માં આઈ બેન્યામિન દ્રારા લખાયેલી નોવેલ આધારિત મલયાલમાં બનેલી ‘આદુજીવિથનન- ગોટ ઓફ લાઈફ ‘ નું હિન્દી નામ ‘ધ ગોટ ઓફ લાઈફ’ છે. ફિલ્મની વાર્તા કેરળના એક માઈગ્રન્ટ મજુરને મિડલ ઇસ્ટના દેસમાં બકરી ફાર્મમાં જબરજસ્તીથી મજુરી કરવામાં મજબુર કરાય છે. આ ફિલ્મમાં એક્ટરના લુકને લોકોએ ખુબ પસંદ કર્યો છે. વિવાદમાં ઘેરાયેલી આ ફિલ્મ પર આરોપ છે કે તેમાં બકરીઓ સાથે હિંસા કરવામાં આવી છે જેના જવાબમાં એક્ટરે કહ્યું કે આ ફિલ્મમાં જે પણ બતાવવામાં આવ્યું છે તે ફિલ્મની વાર્તા આધારિત અને ડિરેક્ટરના ડાયરેકશન હેઠળ સીન શૂટ કરાયા છે.

 પૃથ્વીરાજે ઘટાડ્યું વજન

એક ઇન્ટરવ્યુમાં પૃથ્વીરાજે જણાવ્યું હતું કે અમારે એક એક્ટર તરીકે પ્રોડ્યુસર અને ડિરેક્ટર જે કહે તે બધું કરવું પડતું હોય છે. આ ફિલ્મ માટે ડિમાન્ડીંગ લુક માટે બોડી ટાર્ન્સફોર્મેશન કરીને 31કિલો જેટલું વજન ઓછું કર્યું હતું. ફિલ્મની શૂટીંગ કેરલ, જોર્ડન, અલ્જીરિયામાં થયું છે. 28 માર્ચે થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને સારો એવો બિઝનેસ કર્યો છે.

 ફિલ્મની વાર્તા 

ફિલ્મમાં પૃથ્વીરાજ શરુઆતમાં ઢોર ચરાવતી વિચરતી જાતિનો જેવો લાગી ર્હોય છે. તે ઢોર ચરાવનારાના વાસણમાં પાણી પીતો જોવા મળે છે. બસ ત્યાંથી ફિલ્મની વાર્તા ફ્લેશબેકમાં જાય છે. કેરળમાં ઘણા અભણ લોકોની જેમ પૈસા કમાવાની ઇચ્છાથી નજીબ આરબના ખાડી દેશમાં જાય છે. તેની સાથે તુટલું-ફુંટલું અંગ્રેજી બોલવાળો ગામનો છોકરો હાકિમ પણ હોય છે. પણ રોજગારી માટે નીકળેલા આ બે જણા જોડે આરબ-ખાડીદેશમાં છેતરપિંડી થાય છે.

આ પણ વાંચો: સાઉથ સિનેમાના વધુ એક અભિનેતાને હાર્ટ એટેક, એક મહિનામાં ચાર તમિલ કલાકારના નિધન 

Back to top button