અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં 35 IPSની બદલી અને બઢતી

Text To Speech

ગાંધીનગર, 14 એપ્રિલઃ ગુજરાત સહિત દેશમાં ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે એ ગાળામાં રાજ્યના 35 IPSની બઢતી અને બદલીના ઓર્ડર નીકળ્યા છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર બઢતી અને બદલીના આ આદેશ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે રવિવારે બપોરે જારી કરવામાં આવ્યા હતા. હાલ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક, અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.

જે બદલીઓ કરવામાં આવી છે તેની પ્રાથમિક વિગતો આ મુજબ છેઃ (આ યાદી અપડેટ કરવામાં આવી રહી છે)

અનુપમસિંહ ગહેલોત સુરત પોલીસ કમિશનર
અમદાવાદ SP તરીકે ઓમપ્રકાશ જાટની નિમણૂક
નિર્લિપ્ત રાયની બઢતી સાથે SMCમાં જ નિમણૂક
શ્વેત શ્રીમાળીની અમદાવાદ જેલ ખાતે નિમણૂક
પ્રેમવીરસીંગને સુરત રેન્જ આઇજી તરીકે નિમાયા
નિલેશ ઝાંઝડીયાની જુનાગઢ રેન્જ આઇજી તરીકે નિમણૂક
ચિરાગ કોરડીયાની ભૂજ બોર્ડર રેન્જ આઇજી તરીકે નિમણૂક
આર.વી.અન્સારીની ગોધરા રેન્જ આઇજી તરીકે નિમણૂક
અમદાવાદ અજય ચૌધરીની સ્પેશીયલ બ્રાન્ચમાં નિમણૂક
લીના પાટીલની વડોદરા ઝોન-3 ડીસીપી તરીકે નિમણૂક
નરસિમ્હા કોમર વડોદરાના નવા પોલીસ કમિશ્નર
જે.આર.મોથાલિયાની અમદાવાદ રેન્જ આઇજી તરીકે નિમણૂક
તરૂણ દુગ્ગલની મહેસાણા SP તરીકે નિમણૂક
શિવમ વર્માની અમદાવાદ DCP ઝોન-7 તરીકે નિમણૂક
ગૌરવ જસાણીની આણંદ SP તરીકે નિમણૂક
ઇમ્તિયાઝ શેખને બઢતી સાથે છોટા ઉદેપુર SP તરીકે મોકલવામાં આવ્યા છે.

 

Back to top button