ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

‘મેટ્રો, જહાજ અને બસ…’ આ કૂતરો દરરોજ 30 KMની કરે છે મુસાફરી, હજારો છે ફોલોઅર્સ

  • તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં રહેતો આ કૂતરો (બોજી) દરરોજ કરે છે 30 KMની મુસાફરી

તુર્કી, 13 એપ્રિલ: જો એમ કહેવામાં આવે કે એક કૂતરો દરરોજ 30 કિલોમીટર એકલો મુસાફરી કરે છે તો કોઈને નવાઈ નહીં લાગે, પરંતુ જો આપણે કહીએ કે તે દરરોજ મેટ્રોના એક જ રૂટ પર જાય છે અને તે લોકો જોડે લિફ્ટ પણ માંગે, લોકો સાથે વાત પણ કરે તો? ગભરાવાની કોઈ વાત નથી, આ કૂતરો (બોજી) તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. લોકો તેની સાથે વાત કરે છે, તેને પ્રેમ પણ કરે છે, મજાની વાત એ છે કે તે આ બધી વસ્તુઓનો તે આનંદ પણ લે છે. ફેમસ થયા પહેલા બોજી એકલો ફરતો હતો, પરંતુ હવે તેને એક આલીશાન ઘર પણ મળી ગયું છે અને હાલ તેનો પરિવાર પણ છે.

કૂતરો (બોજી) રોજ 30 કિમી કરે છે મુસાફરી

શરુઆતમાં તો આ કૂતરા પર કોઈનું ધ્યાન ન પડ્યું પરંતુ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓનું આ કૂતરા પર ધ્યાન પડ્યું. પછી તેમણે જોયું કે આ કૂતરો શું કરે છે. તો તેમને પણ જાણીને નવાઈ લાગી. કેમ કે કૂતરો રોજ શહેરના જહાજ, ટ્રામ અને સબવે કાર પર આવે છે અને જાય છે. કૂતરો એક દિવસમાં 30 કિલોમીટર (18.6 માઇલ) સુધીની મુસાફરી કરે છે, ડઝનબંધ મેટ્રો સ્ટેશનોમાંથી પસાર થાય છે અને ઓછામાં ઓછા બે જહાજ પર પણ તે સવારી કરે છે.

મનોરંજન માટે કરતો મુસાફરી

પ્રથમ વખત કૂતરોને ગેટ્ટી ઈમેજીસના ફોટોગ્રાફરે ફોલો કર્યો હતો. કૂતરાને ફોલો કર્યા પછી તેમને ખબર પડી કે આ કૂતરો માત્ર મનોરંજન માટે મુસાફરી કરે છે, મુસાફરી કરવી તેની કોઈ મજબૂરી ન હતી. તેના કારનામાને કારણે તે લોકપ્રિય થવા લાગ્યો, લોકો તેની સાથે સેલ્ફી લેવા લાગ્યા અને તેને ફોલો કરવા લાગ્યા.

નક્કી કરેલા અંતર પ્રમાણે જ કૂતરો કરતો હતો મુસાફરી

મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ કૂતરાને ફોલો કરવાનું શરુ કર્યું કે તે મુસાફરી દરમિયાન કોઈને પરેશાન તો નથી કરતો ને. પરંતુ તેમને એવું કંઈ જોવા ન મળ્યું કે તેના કારણે કૂતરાને મુસાફરી કરતો રોકવો પડે કે તેના દ્વારા કોઈને જોખમ ઉભુ થાય. મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ કહ્યું કે કૂતરોનું અંતર નક્કી જ છે, જ્યાં તે જવા માંગે છે ત્યાં જ તે જાય છે.

શહેરના દરેક ખૂણાની કૂતરાને છે ખબર

કૂતરોને ફોલો કરતી વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને જાણવા મળ્યું કે તે શહેરના દરેક ખૂણાને જાણે છે. તે તમામ નિયમોનું પાલન કરે છે. લોકો સાથે સારી રીતે ચાલે છે. મેટ્રોમાં તેની મુસાફરી દરમિયાન તે ક્યારેય યલો લાઇન ક્રોસ કરતો નથી, તે રસ્તાના નિયમોનું પણ પાલન કરે છે. લોકો સાથે ખૂબ જ સારી રીતે મળે છે.

એક ઉદ્યોગપતિએ કૂતરાને દત્તક લઈ લીધો

વર્ષ 2022 માં કૂતરાના જીવનમાં નવો વળાંક આવ્યો જ્યારે તેને એક બિઝનેસમેન ઓમર કોક દ્વારા દત્તક લેવામાં આવ્યો. હાલ કૂતરા પાસે પોતાનું ઘર છે, તેનું કુટુંબ છે, તેની પાસે રમવા માટે એક બગીચો છે અને તેને શહેરની આસપાસ ફરવાની સ્વતંત્રતા પણ તેને મળી છે. વર્ષ 2024માં જાહેરાત તરીકે બસના ડિસ્પ્લેમાં તેના વિશે બસમાં મુસાફરી કરી રહેલા લોકોને બતાવવામાં આવ્યું હતું. હવે કૂતરો ગમે ત્યાં સરળતાથી જઈ શકે છે. તેના ગળામાં ટ્રેકિંગ ડિવાઇસ લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Corona Borealis Explosion: આકાશમાં એક તારો થશે બ્લાસ્ટ… જાણો ક્યારે થશે આ દુર્લભ ઘટના

Back to top button