18 વર્ષ બાદ સૂર્ય-શુક્રએ બનાવ્યો શુક્રાદિત્ય રાજયોગ, આ ત્રણ રાશિઓને ખૂબ મળશે સફળતા
- એવી માન્યતા છે કે કુંડળીમાં શુક્રાદિત્ય રાજયોગના નિર્માણથી કરિયરમાં અનેક મોટા પરિવર્તનો આવશે. ધન સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મળશે અને જાતકના જીવનના દરેક ક્ષેત્રમાં ભાગ્ય સાથ આપશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો એક નિશ્વિત અંતરાલ બાદ રાશિ પરિવર્તન કરે છે, જેનો શુભ-અશુભ પ્રભાવ 12 રાશિઓ પર પણ પડે છે. 13 એપ્રિલે રાતે 9.15 વાગ્યે ગ્રહોના રાજા સૂર્યએ મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. ધન-વૈભવના કારક શુક્ર 24 એપ્રિલના રોજ 11.58 વાગ્યે મેષ રાશિમાં ગોચર કરશે અને સૂર્ય સાથે મળીને શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે. એવી માન્યતા છે કે કુંડળીમાં શુક્રાદિત્ય રાજયોગના નિર્માણથી કરિયરમાં અનેક મોટા પરિવર્તનો આવશે. ધન સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી છુટકારો મળશે અને જાતકના જીવનના દરેક ક્ષેત્રમાં ભાગ્ય સાથ આપશે. મેષ રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિથી કેટલીક રાશિઓને ખૂબ જ સારા ફળ મળશે. જાણો એ લકી રાશિઓ વિશે જેને શુક્રાદિત્ય રાજયોગ કરાવશે ફાયદો
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શુક્રાદિત્ય રાજયોગ અત્યંત ફળદાયી સાબિત થશે. નોકરી-બિઝનેસમાં સફળતાના નવા અવસર મળશે. આર્થિક સ્થિતિ સુદ્રઢ બનશે. પ્રોફેશનલ લાઈફમાં નવા પડકારોને સ્વીકારવા માટે ભરપૂર આત્મવિશ્વાસ રહેશે. નોકરિયાત લોકોના પ્રમોશન અને એપ્રેઝલના ચાન્સ વધશે. નવી જોબની ઓફર મળશે. મેરિડ લાઈફમાં ખુશહાલી આવશે.
કન્યા રાશિ
મેષ રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિથી કન્યા રાશિના લોકોને લાભ જ લાભ થશે. સમાજમાં માન-સન્માન વધશે. કરિયરમાં ઈચ્છિત સફળતા મળશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. પ્રેમ-સંબંધોમાં મધુરતા આવશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધન આગમનના નવા માર્ગ ખુલશે. વિદ્યાર્થીઓને એક્ઝામમાં સારા માર્ક્સ મળશે.
તુલા રાશિ
શુક્રાદિત્ય રાજયોગ તુલા રાશિના લોકો માટે અત્યંત મંગળકારી સાબિત થશે. જીવનમાં અનેક સકારાત્મક બદલાવ આવશે. વૈવાહિક જીવનની તકલીફો દૂર થશે. વેપારનો વિસ્તાર થશે. ધન લાભના નવા અવસર મળશે. લાંબા સમયથી અટકેલા કાર્યો સફળ થશે. ફસાયેલું કે અટકેલું ધન પાછું મળશે. ધનની આવક વધશે. ભૌતિક સુખ સુવિધાઓમાં જીવન વીતાવી શકશો.
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિમાં માંગલિક કાર્ય, વાહન અને સોનાની ખરીદી માટે આ દિવસો છે શુભ