ટ્રેન્ડિંગફૂડવિશેષહેલ્થ

ઉનાળામાં તમારા ડાયેટમાં સામેલ કરો મગની દાળને જે આપશે અઢળક ફાયદા

Text To Speech
  • પોષકતત્વોથી ભરપુર હોય છે મગની દાળ
  • કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે
  • ગરમીમાં લૂ લાગવાથી બચાવે છે

HDNEWS, 13 એપ્રિલ: ઉનાળામાં સખતી ગરમીની સાથે લૂ પણ વાઈ રહી છે. આયુર્વેદમાં આહાર અને વિહાર પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. અને એમ પણ કહેવાય છે કે તમારો ખોરાક જ તમારી દવા છે. માણસે પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે પોતાના ખોરાકમાં ઋતુ પ્રમાણે બદલાવ કરવો જોઈએ. આજે આપણે વાત કરવાના છે મગની દાળ અને તેના ફાયદા વિશે. મગની દાળ લગભગ દરેક ભારતીયોની બપોરની થાળીમાં જોવા મળતી હોય છે. કારણ કે દાળ ખૂબ પૌષ્ટિક અને ફાયદાકારક છે પણ તેને તમારે સીઝન પ્રમાણે પોતાના ડાયેટમાં સામેલ કરવી જોઈએ.

મગની દાળ લેવાના ફાયદા

  • આયુર્વેદમાં મગની દાળ શરીરના સ્વાસ્થય માટે ગુણકારી મનાય છે. બીમાર પડવા પર ડોક્ટર તમને સૌથી પહેલા મગની દાળની ખીચડી ખાવાની સલાહ આપતા હોય છે. કારણ કે દાળ પચવામાં સરળ છે. મગની દાળ પેટમાં ગેસ, બ્લોટિંગની સમસ્યા દુર થાય છે. મગની દાળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર સિવાય કેલ્શિયમ, આર્યન અને વિટામિન સી પણ હોય છે.
  • મગની દાળથી શરીરમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જેનાથી હ્રદય રોગ સંબંધી રોગોનું સમસ્યા ઓછી થઈ જાય છે. મગની દાળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે જેનાથી બીપી કંન્ટ્રોલમાં રહે છે. બ્લડ સરક્યુલેશન સારુ રહે છે સાથે મગજને પણ ઠંડુ રાખે છે.
  • મગની દાળ ખાવાથી વજનમાં પણ ઘટાડો જોવા મળે છે. મગની દાળ ફાઈબરથી ભરપુર હોય છે જ્યારે બીજી દાળની તુલનામાં મગની દાળમાં સારા એવા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. માટે મગની દાળથી પેટ ફુલવુ, ગેસ જેવી સમસ્યામાં રાહત મળે છે.
  • ઉનાળામાં મગની દાળ લેવાથી લૂ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે અને પેટમાં પણ સારી રીતે પાચન થઈ જાય છે. મગની દાળ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને બીપીને પણ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. મગની દાળ તમને ઇન્સટન્ટ એનર્જી પણ આપે છે.
  • તેમાં એન્ટિ માઈક્રોબિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણના લીધે શરીરને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. બીમાર પડતી વખતે મગની દાળનું સેવન કરવાથી શરીરને પોષણ મળતા નબળાઈ દુર થાય છે.

આ પણ વાંચો: ગરમીમાં પીવો છાશ, હેલ્થને મળશે અનેક લાભ, નહિ થાય ડિહાઈડ્રેશન

Back to top button