જયલલિતાનો AI વીડિયો બતાવી રોબોટ કરી રહ્યો છે પ્રચાર
- લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ
- ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં ટેક્નોલોજીનો કરી રહ્યા છે ભરપૂર ઉપયોગ
- ધર્મપુરીમાં AIADMKના ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં ઉતાર્યો રોબોટ
ધર્મપુરી, 12 એપ્રિલ: દેશભરમાં લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરેક ઉમેદવાર પોતપોતાના મતવિસ્તારમાં વોટ માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તમિલનાડુના ધર્મપુરી લોકસભા ચૂંટણીમાં એક રોબોટ પ્રચાર કરતો જોવા મળ્યો છે. ધર્મપુરી લોકસભા સીટ પરથી AIADMKના ઉમેદવાર ડો.અશોકન ચૂંટણી પ્રચાર માટે રોબોટની મદદ લઈ રહ્યા છે. આ રોબોટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લોકો રોબોટને જોઈને નવાઈ પામી રહ્યા છે અને ઘણા લોકો તો આ પ્રચાર કરતા રોબોટનો વીડિયો પણ બનાવી રહ્યા છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.
અહીં જૂઓ પ્રચાર કરતા રોબોટનો વીડિયો:
रोबोट से कराया जा रहा चुनाव का प्रचार #robot #loksabhachunav2024 #viralvideo pic.twitter.com/xic41yrO1P
— Amar Bharti (@amarbhartiindia) April 12, 2024
વીડિયોમાં જોઈ શકાય છે કે રોબોટે AIADMKની શાલ પહેરી છે. આ રોબોટમાં એક સ્ક્રીન પણ બનાવવામાં આવી છે, જેમાં MGR અને જયલલિતા લોકોને AIMDK માટે વોટ કરવાનું કહેતા જોવા મળે છે. આ ઉપરાંત રોબોટ લોકોને ભૂતપૂર્વ AIADMK સરકારની કેટલીક જૂની યોજનાઓની માહિતી પણ આપે છે.
AIએ રોબોટની સ્ક્રીનમાં જયલલિતાનો વીડિયો જનરેટ કર્યો
રોબોટ પાસે સ્ક્રીન છે. સ્ક્રીન પર, AI જનરેટેડ સ્વર્ગસ્થ જયલલિતા તેમના અવાજમાં લોકોને AIADMK ની તરફેણમાં મત આપવા અપીલ કરતી અને તમિલ લોકોના અધિકારો અને હિતોનું રક્ષણ કરવાની વાત કરતી જોવા મળે છે. રોબોટના હાથમાં એક ટ્રે છે. આ ટ્રેમાં પક્ષના ઉમેદવારનું પેમ્ફલેટ રાખવામાં આવ્યા છે. મતદારો તેને અહીંથી લઈને વાંચી શકે છે.
રોબોટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો
બસ સ્ટેન્ડ પર ઉભેલા આ રોબોટને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. લોકો રોબોટની નજીક આવતા અને ઉત્સુકતાથી તેને સાંભળતા જોવા મળે છે. આ સાથે તેઓ રોબોટની ટ્રેમાં પડેલા પેમ્ફલેટ પણ ઉપાડી રહ્યા છે અને વાંચી રહ્યા છે. ભીડભાડવાળી જગ્યાએ ફરતો આ રોબોટ લોકોને આકર્ષી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: શું દરિયામાં 60 ફૂટ નીચે પણ થશે મતદાન? ચૂંટણીપંચે વીડિયો જારી કર્યો